(ન્યૂઝ4કચ્છ) આમ તો સાંસદ અને ભાજપ ના ફાયરબ્રાન્ડ નેતા સુબ્રમણ્યમ સ્વામી ગઈકાલે બીદડા(માંડવી) માં એક કાર્યક્રમ માટે આવ્યા હતા.પણ તેમની કચ્છ ની આ મુલાકાત ખળભળાટ સર્જશે તેનો અંદેશો તેમણે ન્યૂઝ4કચ્છ સાથે ભુજ એરપોર્ટ પર વાતચીત દરમ્યાન જ આપી દીધો હતો. દેશભરમાં ગાજી રહેલા કરોડો રૂપિયાના બેન્ક લોનો ના કૌભાંડો સંદર્ભે સુબ્રમણ્યમ સ્વામી એ નીરવ મોદી, મેહુલ ચોકસી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ ને બેન્કો દ્વારા અપાયેલા કરોડો રૂપિયાની સલામતી સામે સવાલો કર્યા હતા.જો કે,સંસદસત્ર દરમ્યાન સુબ્રમણ્યમ સ્વામી એ અદાણી ગ્રુપ ને બેંક લોન ના મોટા NPA(લોન નહીં ભરનારા) કલાકાર ગણાવી ને દેશ ના રાજકીય અને ઉદ્યોગ જગત માં ખળભળાટ મચાવી દીધો હતો.તેમણે અદાણી ગ્રુપ ઉપર ૭૨૦૦૦કરોડ રૂપિયા બેન્કો માંગતી હોવાનું નિવેદન કરીને દેશભર ની બેન્કો માં હડકમ્પ મચાવી દીધો હતો.જેની અસર શેરબજાર પર પણ વર્તાઈ અને અદાણી ગ્રુપ ના શેરો ના ભાવ પણ ગગડયા. બીદડા પહોંચેલા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ની આસપાસ કાર્યક્રમ દરમ્યાન સતત દેખાતા એક વ્યક્તિ એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કચ્છ માં અદાણી ગ્રુપ ના ‘હિતો’ ની ‘રક્ષા’ કરનારા રક્ષિત શાહ સતત સુબ્રમણ્યમ સ્વામી ની આસપાસ જ હરતા ફરતા હતા.એટલું જ નહીં તેમણે તેમની સાથે અંગત મુલાકાત કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અદાણી ગ્રુપ ને શેનો ડર હતો ?
સુબ્રમણ્યમ સ્વામી ઉપર અદાણી ગ્રુપ ની નજર હતી તેનું કારણ તેમની ફાયરબ્રાન્ડ ઇમેજ!! અદાણી ગ્રુપ ને દર હતો ગૌચર અને માછીમારો ના પ્રશ્નો નો !! કારણ કે પર્યાવર્ણવિદ સુનિતા નારાયણ કમિટી એ કરેલો ૨૦૦ કરોડ રૂપિયા નો દંડ ભાજપ સરકારે માફ કર્યો તે મુદ્દે કોંગ્રેસે કરેલો વિરોધ મીડિયા માં અત્યારે ચર્ચા માં છે. જો તે અંગે કોઈ અસરગ્રસ્તો રજુઆત કરે તો ? આ સિવાય અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ નો કથળેલો વહીવટ પણ ચર્ચા માં છે ત્યારે તે અંગે ની રજુઆત કોઈ કરે તો ? જોકે બિદડામાં પોતાના જાહેર પ્રવચન માં કોંગ્રેસ ને આડે હાથ લેનારા સુબ્રમણ્યમ સ્વામી એ અદાણી વિશે કોઈ ટિપ્પણી નહીં કરતા રક્ષિત શાહ ની હાજરી આ કામ કર્યું.એમ કહી શકાય કે તેઓ ફરી અદાણી ના ‘રક્ષા કવચ’ બન્યા.
નીરવ મોદી ને ત્યાં જાન્યુ.૧૭ ના ઇન્કમટેક્સ ની રેડ પડી તેની જાણ નાણાં મંત્રી એ શા માટે વડાપ્રધાન ને ન કરી ? સુબ્રમણ્યમ સ્વામી એ તપાસ ની માંગ કરી
સુબ્રમણ્યમ સ્વામી એ બહુચર્ચિત નીરવ મોદી ના મુદ્દે મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યુ હતું કે ગત જાન્યુ.૨૦૧૭ ના નીરવ મોદી ને ત્યાં ઇન્કમટેક્સ ની રેડ પડી હતી અને તેની માહિતી નાણાં મંત્રી અરુણ જેટલી ને હતી. જોકે ,આ માહિતી ની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને નહોતી કરાઈ એ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી એ અફસોસ દર્શાવ્યો હતો.જેટલી ની પુત્રી નીરવ મોદી નો કેસ લડી રહી હોવાની થઈ રહેલી ચર્ચા વચ્ચે સ્વામી નું આ વિધાન સ્ફોટક ઘણી શકાય કે શું નાણાં મંત્રી બધુ જ જાણતા હતા ? આ મુદ્દે સુબ્રમણ્યમ સ્વામી એ તપાસ ની માંગ પણ કરી છે.તો પંજાબ નેશનલ બેંકે કઈ રીતે કોઈ પણ મિલકત મોરગેજ રાખ્યા વગર લોન આપી તે અંગે સવાલ કર્યો છે.અમેરિકા ની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સિટી માં ગણિત અને અર્થશાસ્ત્ર ના પ્રોફેસર રહી ચૂકેલા સુબ્રમણ્યમ સ્વામી એ કહ્યું હતું કે વિશ્વ ની કોઈ પણ બેન્ક જામીનગીરી વગર આ રીતે કરોડોની લોન ન આપે,જે રીતે પંજાબ નેશનલ બેંકે વગર જામીન ગીરી એ નીરવ મોદી ને લોન આપી છે તે સમગ્ર મામલા ની તપાસ કરવાની સ્વામી એ માંગ કરી ને આ કૌભાંડ માં નવો વિવાદ છેડયો છે.