(ન્યૂઝ4કચ્છ)કચ્છ ના એક દિવસ ના પ્રવાસે આવેલા ભાજપ ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એ દેશની રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરતા કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. કોંગ્રેસ ના અવિશ્વાસ પ્રસ્તાવ સંદર્ભે તેમણે પોતાના અસલી સ્વભાવ પ્રમાણે વ્યંગ સાથે આકરા શબ્દો માં કરેલું નિવેદન રાજકીય ગરમાટો સર્જી શકે છે. ન્યૂઝ4કચ્છ સાથે ની વાતચીત માં સોનિયા અને રાહુલ ને સૌથી ભ્રષ્ટાચારી કહી ને નેશનલ હેરલ્ડ ના કેસ નો ઉલ્લેખ કર્યો હતો.કોંગ્રેસ ને ભ્રષ્ટાચારી પાર્ટી ગણાવી હતી.બીદડા ના કાર્યક્રમ માં પણ સુબ્રમણ્યમ સ્વામી એ સોનિયા,રાહુલ અને મનમોહનસિંઘ વિશે તીખી ટિપ્પણી કરી હતી.