લોકસભાની ચુંટણી પુર્ણ થઇ એના પછી આમતો અનેક એવી ઘટનાઓ બની જેમાં વિપક્ષ તરીકે કોગ્રેસે મહત્વપુર્ણ ભુમીકા ભજવવાની હતી પરંતુ માત્ર દેખાડા પુરતા વિરોધ અને માત્ર સોશિયલ મીડીયામાં નિવેદનબાજી કરી કોગ્રેસે સંતોષ માન્યો છે. અને વિરોધ થયો છે તો માત્ર ગણ્યાગાઠ્યા કોગ્રેસના આગેવાનોની વ્યક્તિગત પ્રતિભાનો વધારો દેખાડવા માટે જો કે, વિરોધના ઉન્માદમાં આજે કોગ્રેસે એક વિવાદીત કહી શકાય તેવા નિવેદન સાથેની પ્રેસયાદી જાહેર કરી છે જેમાં શિક્ષણની આડમાં કોગ્રેસે શેખચલ્લી જેવી શેખી મારી છે એક તરફ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ કચ્છમાં હતા મુન્દ્રા કોગ્રેસે તેનો વિરોધ કર્યો જેમાં કોગ્રેસના જીલ્લાકક્ષાના કોઇ હોદ્દેદારો જોડાયા નહી પરંતુ સાંજે એક પ્રેસયાદી જાહેર કરી જેમાં શિક્ષણહીતની વાત આગળ ધરી કુલપતીની નિમણુંક નહી થાય તો કોગ્રેસ પોતાના કુલપતીને હોદ્દા પર બેસાડી દેશે તેવી ચીમકી ઉચ્ચારી કોગ્રેસના પ્રવક્તા અને દિપક ડાંગરે જારી કરેલી પ્રેસયાદીમાં તેમના નામ સાથે પ્રમુખ યજુવેન્દ્રસિંહે તેમા નિવેદનબાજીમાં સુર પુરાવ્યો હતો.
ખેડુતના પાકવીમા,આરોગ્ય મુદ્દે કેમ આક્રમક નિવેદન નહી?
તાજેતરમાં સારા વરસાદ પછી ખેડુતોએ નુકસાની અને અગાઉના પાક વીમા ન મળવા મુદ્દે અનેક કાર્યક્રમો આપ્યા જેમાં કોગ્રેસના કોઇ મોટા હોદ્દેદાર ડોકાયા પણ નહી કે ન એ મુ્દ્દે કોઇ આક્રમક લડત માટેની જાહેરાત કરી તો કચ્છના ડેંગ્યુની વધતી મહામારી વચ્ચે કથળતી આરોગ્ય સેવાના મુદ્દે પણ કોગ્રેસે કોઇ આક્રમક લડત કે નિવેદન આપવાનુ યોગ્ય માન્યુ નથી પરંતુ ગણ્યા ગાઠ્યા કોગ્રેસી કાર્યક્રરોના કાર્યક્રમોને સફળ બનાવવા મથતી કોગ્રેસે યુનિવર્સીટીમાં તાળાબંધી બાદ વધુ એક વાર શિક્ષણ મુદ્દે આક્રમક દેખાવાનો પ્રયત્ન કર્યો છે.
ન રાજ્યપાલ ન શિક્ષણમંત્રી સમક્ષ શિક્ષણહીતની વાત પહોંચી
રાજ્યપાલ આવવાના હતા તે પહેલા કચ્છ યુનિવર્સીટીને તાળાબંઘી કરનાર કોગ્રેસે કચ્છના શિક્ષણની એક વાત રાજ્યપાલ સુધી પહોચાડવાનો પ્રયાસ પણ કર્યો નહી કે ન કોઇ પ્રેસયાદી જાહેર કરી તો શિક્ષણમંત્રીની આજની મુલાકાત સમયે પણ માત્ર રાજકીય ઉથલપાથલમાં દેખાવ કરી કોગ્રેસે સંતોષ માન્યો જેમા જીલ્લા કોગ્રેસની ટીમ ક્યાય દેખાઇ નથી ત્યારે માત્ર વિરોધ જો કરવો હોય તો સમગ્ર કોગ્રેસે એક થઇ શિક્ષણહીત્ત માટે લડવુ જોઇએ અને જો રાજકીય નિવેદનબાજીથી સંતોષ માનવો હોય તો યુનિવર્સીટીના ઉચ્ચ અને સન્માનજનક પદ્દ મુદ્દે આવુ નિવેદન ન આપવુ જોઇએ કેમકે તેનાથી કચ્છના શિક્ષણ હિત્તને કોઇ ફાયદો થવાનો નથી.