Home Current ડેંગ્યુને ડામવા ધારાસભ્યની પહેલ – ભુજ, માધાપરની અલગ અલગ સમાજવાડીઓમાં નિઃશુલ્ક ચેકઅપ,...

ડેંગ્યુને ડામવા ધારાસભ્યની પહેલ – ભુજ, માધાપરની અલગ અલગ સમાજવાડીઓમાં નિઃશુલ્ક ચેકઅપ, લેબ ટેસ્ટિંગ, દવાઓ અપાશે, જાણો વિશેષ

3303
SHARE
ભુજમાં ડેંગ્યુના ઉપદ્રવે આતંક મચાવ્યો છે ઘેર ઘેર ખાટલા છે, તો હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ડેંગ્યુની બીમારીએ લોકો માટે શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલી સર્જી છે ત્યારે, ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ લોકોને મદદરૂપ બનવા પ્રેરણાદાયી પહેલ કરી છે. શું છે આ પહેલ? આ અંગે ન્યૂઝ4કચ્છને માહિતી આપતા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, વિવિધ સમાજો અને રાજકીય સામાજિક આગેવાનોને સાથે રાખીને ડેંગ્યુને નાથી લોકોને મદદરૂપ બનવાનું અભિયાન બીજી નવેમ્બર શનિવારથી શરૂ કરી રહ્યા છીએ વધુને વધુ લોકોને મદદરૂપ બનવા અમે ભુજ અને માધાપરના વિવિધ વિસ્તારોમાં આવેલી સમાજવાડીઓમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ શરૂ કરી રહ્યા છીએ ૨ જી નવેમ્બર શનિવારે ભુજમાં કોટ અંદરના વિસ્તારમાં  (૧) મારૂ કંસારા સોની સમાજના સ્મૃતિ હોલ (આશાપુરા રિંગ રોડ, મહાકાળી માતાજીના મંદિર પાસે), ભુજના સોસાયટી વિસ્તારોને આવરવા માટે (૨) ઔદીચ્ય બ્રહ્મ સમાજવાડી (મીરઝાપર રોડ), માધાપર મધ્યે (૩)  જૈન ઉપાશ્રય (એસટી બસ સ્ટેશન, માધાપર) નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ, લેબોરેટરી ટેસ્ટિંગ, અને દવાઓ અપાશે. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ આ સેવાયજ્ઞ અંતર્ગત ડેંગ્યુ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પના આયોજનમાં જોડાવવા માંગતા વિવિધ સમાજોને પણ તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં કચ્છ જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ સહયોગી બનશે આ સિવાય ભુજ નગરપાલિકાના સહકારથી ફોગીંગ મશીનો મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા દવાનો છંટકાવ કરાશે ભુજમાં ડેંગ્યુના ઉપદ્રવને નાથવા પોતે મક્કમ છે, એવું કહેતાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે, આ મેડિકલ કેમ્પો સતત ચાલુ રહેશે, અને અન્ય સમાજવાડીઓ જો મળશે તો ત્યાં પણ અમે મેડિકલ કેમ્પ યોજીશું અત્યારે ભુજના છછ ફળીયામાં આવેલી લોહાણા સમાજવાડીમાં પણ મેડિકલ કેમ્પ યોજવાનું આયોજન ઘડાઈ રહ્યું છે સમાજ, સરકાર અને પ્રજાકીય પ્રતિનિધિઓના સહકારથી ડેંગ્યુને નાથવાના પોતાના પ્રયાસો હોવાનું ધારાસભ્ય ડો. નીમાબેને જણાવ્યું હતું આ આયોજન અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા સહિતના અન્ય આગેવાનો સાથે ડો. નીમાબેન આચાર્યએ આજે સવારે ચર્ચા કરી આ આયોજન ઘડી કાઢ્યું છે આ અંગે વધુ જાણકારી ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કરે આપી હતી આજે ડેંગ્યુની બીમારીની સારવાર આર્થિક રીતે મોંઘી બની રહી છે ત્યારે ભુજના ધારાસભ્યની આ પહેલ આવકારદાયક છે.