Home Current પશુઓનું મારણ કરતો દીપડો ગામમાં ઘુસી આવતાં લોકોમાં ફફડાટ – ઝુરા, લોરીયા...

પશુઓનું મારણ કરતો દીપડો ગામમાં ઘુસી આવતાં લોકોમાં ફફડાટ – ઝુરા, લોરીયા વિસ્તારમાં દીપડો માણસો ઉપર હુમલો કરે તેવો ડર

2082
SHARE
ભુજના ઝુરા કેમ્પ, લોરીયા વિસ્તારમાં દીપડાએ ફફડાટ મચાવ્યો છે. છેલ્લા એકાદ મહિનાથી ઝુરાની આજુબાજુના વાડી વિસ્તાર, સીમ વિસ્તાર તેમજ ડુંગરોમાં ગાય, ભેંસ, ઘેટાં બકરા, કુતરાઓનું મારણ કરતો દીપડો હવે ઝુરા કેમ્પ વિસ્તારમાં ગામની અંદર ઘુસી આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે જોકે, રાત્રીના સમયે ગામમાં ઘુસી આવેલા દીપડાને જોઈ કૂતરા ભસીને ગામ લોકોને જગાડે છે એટલે લાકડીઓ અને હોંકારા પડકારા સાથે લોકો દીપડાને ભગાડી મૂકે છે પણ, હવે લોકોને ડર છે કે, પશુઓનું મારણ કરતો આ નર દીપડો હવે ગામના ઘરોના આંગણા સુધી શિકાર કરવા આવે છે, હવે તે ગમે ત્યારે માણસો ઉપર હુમલો કરી બેસશે. ઝુરા કેમ્પ વિસ્તારમાં દીપડાએ મચાવેલા ફફડાટ પછી ગામ લોકોએ વનવિભાગ સમક્ષ દીપડાને પકડવા રજુઆત કરી છે પણ, ગામના સરપંચ સુરતાજી સોઢાના જણાવ્યા પ્રમાણે વનવિભાગના કર્મચારીઓએ દીપડો પકડવાની રજુઆત કલેકટર સમક્ષ કરવા ગામ લોકોને જણાવ્યું છે લોકોનો આક્ષેપ છે કે, અત્યાર સુધી કોઈ વન વિભાગ દ્વારા કોઈ ઠોસ પ્રયત્નો થયા નથી. આથી અગાઉ પણ પાવરપટ્ટી વિસ્તારમાં વનવિભાગે દીપડાને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.