Home Current કેમ છો કંડલા, હવે દેશના સૌથી મોટા પોર્ટનાં સિટીને મળી અમદાવાદની સીધી...

કેમ છો કંડલા, હવે દેશના સૌથી મોટા પોર્ટનાં સિટીને મળી અમદાવાદની સીધી ફલાઇટ

812
SHARE
ભુજ : દેશનાં સૌથી મોટા પોર્ટ કંડલાને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ સાથે હવાઈ માર્ગે જોડવામાં આવી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત આજે સોમવારથી અમદાવાદથી કંડલા – અમદાવાદની સીધી ફલાઇટ સ્ટાર્ટ થઈ છે. એર એલાયન્સ દ્વારા આ ફલાઇટ શરૂ કરવામાં આવી છે.
એર એલાયન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ૧૮મી નવેમ્બર, સોમવારથી અમદાવાદ એરપોર્ટથી કંડલા માટે સવારે ૧૦:૦૫ કલાકે ઉપડશે. અને કંડલા એરપોર્ટ ખાતે ૧૧:૧૦ વાગે લેન્ડ થશે. ત્યારબાદ એ જ વિમાન અમદાવાદ જવા માટે કાંડલાથી સવારે ૧૧:૪૦ ઊડીને બપોરે ૧૨:૪૫ વાગે પહોંચશે.એર એલાયન્સની આ પ્રકારની કંડલા સાથેનું ૫૫મુ ડેસ્ટિનેશન બનશે. આ ઉપરાંત એક દિવસમાં સમગ્ર દેશમાંથી ૧૭૭ ફ્લાઈટનું પરિવહન કરવામાં આવશે.
કંડલાઅમદાવાદ વચ્ચેનું ૩૫૦ કિલોમીટર જેટલું અંતર કાપવા માટે જયાં સડક અને રેલ માર્ગે પાંચેક કલાકનો સમય થતો હતો તે હવેથી હવાઈ માર્ગે માત્ર એકાદ કલાકમાં ૧૩૦૦₹નાં શરૂઆતી ભાડે કરી શકાશે. જેનો સીધો લાભ સામાન્ય લોકો ઉપરાંત આયાત-નિકાસ સાથે સંકળાયેલા લોકોને મળશે.