કોરોના કહેરે કરેલા લોકડાઉન વચ્ચે “શોશિયલ ડિસ્ટન્સ”ના અમલમાં શોશિયલ માધ્યમ ખાસ કરીને facebook,tiktok,whatsaap નો ઉપયોગ ખુબજ થઈ રહ્યો છે કેટલાક ગ્રુપમાં મજાક તો કેટલાક ગ્રુપ ઉઠાંતરી કરી કરીને સાચા ખોટા સમાચારો વહેતા કરીને મનોરંજનની સાથે સાથે છૂપો ભય પણ સર્જી રહ્યા છે જોકે અત્યારે ઘેર બેઠેલા લોકો મનોરંજન અને વર્તમાન સ્થિતિને અનુરૂપ મેસેજથી ભરપૂર મનોરંજન માણીને સમય પસાર કરી રહ્યા છે દરેક લોકો વહેતા આ સંદેશાઓથી વાકેફ હશેજ પરંતુ અહીં કેટલાક હાસ્યસભર મેસેજ પર નજર કરીએ
* नींद भी इतनी ज्यादा हो गयी के सपने भी रिपिट हो रहे है* * कोरोना की वजह से आपने क्या सीखा…..?? मैंने तो अंग्रेजी के 5 नए शब्द सीखें…..आइसोलेशन,लॉकडाउन,सेनेटाइज़ेशन,क्वारन्टाइन,सोशल डिस्टेसिंग..!!* * વિશ્વ મા જેટલા ડૉક્ટર કોરોના ની રસી શોધે છે…
એનાથી વધારે સૌરાષ્ટ્ર મા 135 ના માવા ગોતે છે…* *રામાયણ સિરિયલ જોતા જોતા બાળકે તાડકા રાક્ષસીને જોતા માસુમિયત થી પૂછ્યું- આ કોણ છે ?? મમ્મી બોલી -ફઈબા.પપ્પા બોલ્યા -માસી બસ રામાયણ ખતમ,,મહાભારત શરૂ……*14 એપ્રિલથી હેરકટીંગ સલુન નહીં ખુલે તો હું ગુરુ વશિષ્ઠ જેવો દેખાઈશ. આતો રામાયણ જોયા પછી લાગ્યું.* * આદિમાનવ જેવી જીંદગી થઈ ગઇ છે….સ્કૂલ નહીં ઓફિસ નહીં કામ નહીં ફક્ત ખાવાનું અને ગુફામાં રહેવાનું….અને શિકાર કરવા જઇએ એમ કરિયાણું, દુધ, શાકભાજી લાવવા જવાનું…..*રહેવા માટે ઘર નાનું લાગે છે,પણ પોતું કરતી વખતે મોટું લાગે છે* *માસ્તરોએ (સ્કૂલ કોલેજ ITI પોલીટેકનીક) રોડ પર આંટા મારવા ન જવું… તમે ભૂતકાળમાં જે શિષ્યને ઢીબયો હોય એ અત્યારે કોન્સ્ટેબલની ડયૂટી પર હોઈ શકે છે !!! સાવચેતી એ જ સલામતી જીવન મોક્ષ તરફ જઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે ના રવીવાર આવવા ની ખુશી , ના સોમવાર આવવાનું દુખ”ઈ વ્યક્તિ અત્યારે શું કરતો હશે જેણે લોકડાઉનના એક દિવસ પેલા મોબાઈલ રીપેરીંગમાં આપ્યો હશે…??*
લોકડાઉનની કડક અમલવારી વચ્ચે વહી સહાયની સરવાણી
દેશના ઉદ્યોગપતિઓ, કલાકારોએ પણ સહાયનો ધોધ વરસાવ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ સહાયની સરવાણી દ્વારા કચ્છીયત મહેકી છે
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 51 લાખ, માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા 31 લાખ, લક્ષ્મી કન્ટ્રક્શન દ્વારા 11 લાખ, લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા 2 લાખ 11 હજાર, સાંસદ વિનોદ ચાવડા દ્વારા 1 કરોડ જાહેર કરાયા બાદ પોતાના વ્યક્તિગત 1 લાખ,તો ધારાસભ્યો પણ પોતાના મતક્ષેત્ર સહીત પોતાની આસપાસના વિસ્તારોમાં મદદરૂપ બની રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના જાણીતા કિર્તીદાન ગઢવી દ્વારા 11 લાખ જાહેર કરાયા છે અને કેટલાય દાતાઓ વ્યક્તિગત સંસ્થાઓને પણ મદદરૂપ બની રહ્યા છે અને કોરોનાને લગતા કાર્ય અને સરકારને મદદરૂપ બનવા ફંડ એકત્ર કરી રહ્યા છે એકંદરે ભૂકંપ સમયે આવેલી મદદને યાદ કરીને કેટલાક લોકો જાણે ઋણ ચૂકવવાનો અવસર છે એવું અનુભવીને પોતાનો આર્થિક સહયોગ આપી રહ્યા છે તો કેટલાક જરૂરી ચીજ વસ્તુઓ, રાશન કીટ, ખાવા પીવા કે ચા નાસ્તાની વ્યવસ્થા કરીને ગરીબ, શ્રમજીવીઓ અને જરૂરતમંદ લોકોને ઉપયોગી બની રહ્યા છે આ સેવામાં મૂંગા પશુઓની પણ કેટલાક જીવદયા પ્રેમીઓએ સંભાળ કરી છે
લોકડાઉનની પરિસ્થિતિમાં મુન્દ્રા પોલીસની સરાહનિય કામગીરી
કોરોના કહરથી લોક ડાઉનની પરિસ્થિતિ છે વચ્ચે સોમવારે મુન્દ્રાના ઝીરોપોઇન્ટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અંદાજે 45વર્ષ નો ઝારખંડ નો માનસિક અસ્થિર યુવાન પોલીસ ને મળી આવ્યો હતો અને ત્યાના લોકોના જણાવ્યા મુજબ એ અસ્થિર મગજ નો યુવાન ઉભેલા વાહનોમાં નુકસાન પહોંચાડી રહયો હતો મુન્દ્રા પોલીસ એ યુવાન ને મુન્દ્રા પોલીસ મથકે લઈ આવી હતી યુવાનની તપાસ બાદ મુન્દ્રા પોલીસ મથકના પી આઇ પી. કે. પટેલે જન સેવાની હેલ્પલાઇન પર ફોન કર્યા બાદ સંસ્થા ના રાજ સંઘવી પોલીસ મથકે પહોંચ્યા અને જન સેવા દ્વારા ભુજ ની માનવજ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરને ફોન કરતા તેમણે મેન્ટલ હોસ્પિટલમાં લઈ આવવા જણાવ્યું હતું ત્યાર બાદ પી.આઇ શ્રી ટેલની સહમતિ થી જન સેવા દ્વારા ગોલ્ડન ટ્રાન્સપોર્ટના શબ્બીરભાઈ વોરાના પ્રાઇવેટ વાહનમાં એ અસ્થિર યુવાન ને પોલીસ ના પહેરા સાથે મુન્દ્રા ની જનરલ હોસ્પિટલ માં મેડિકલ ટેસ્ટ કરાવીને મુન્દ્રા પોલીસના ગજુંભા જાડેજા અને પોલીસ ટીમ ભુજ મેન્ટલ હોસ્પિટલ લઈ આવી હતી અને ભુજમાં મેડિકલ સારવાર બાદ પોલીસ દ્વારા ભુજ ની માનવ જ્યોતના રામદેવ આશ્રમના પ્રબોધભાઈ મુનવર ને સુપ્રત કરાયો હતો.
કચ્છની સરહદ કરાઈ સીલ
કચ્છના આડેસર, સુરજબારી ચેકપોસ્ટ પર બંદોબસ્ત ચુસ્ત કરાયો છે અને જિલ્લા ભારથી આવતા વાહનોને નહીં પ્રવેશવાની સૂચના અપાઈ છે જરૂરી અને ઓથોરિટી દ્વારા માન્ય વાહનોની પણ ઝીણવટ ભરી ચકાસણી કરાયા બાદ જરૂરી જણાશે તો જ પ્રેવેશ અપાશે સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતી શ્રમિકોને રોકીને આશ્રય સ્થાન આપવાનો પણ જિલ્લા પ્રશાસને આદેશ આપ્યો છે તો બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન ધારા હેઠળ ખાસ જાહેનામુ બહાર પડાયું છે જે 21 દિવસ લાગુ રહેશે આ જાહેરનામા મુજબ કોરોના સબંધી કોઈ પણ માહિતી સરકારી તંત્ર કે માન્ય સંસ્થાન સિવાય કોઈ પણ જાહેર કરી શકશે નહિ આ ઉપરાંત કોઈ પણ વ્યવસાયિક એકમો તેમના કામદારોના વેતન કે મહેનતાણામાં કાપ મૂકી શકશે નહિ, કામદારો, શ્રમિકો પાસેથી મકાન માલિક એક મહિનો સુધી ભાડું વસૂલી શકશે નહિ અને કામદારને તે સ્થળ છોડવાનું પણ કહી શકશે નહીં જાહેરનામાના ભંગ બદલ સજાની જોગવાઈ મુજબ કાર્યવાહી થશે.
વિડિઓ વાયરલ કરનાર શખ્સની આપત્તિ વ્યવસ્થાપન ધારા તળે ધરપકડ
નખત્રાણા તાલુકાના કાદીયા ગામના 40 વર્ષીય અરવિંદ મેઘજી લૉંચા એ શોશિયલ મીડિયામાં વાયરલ કરેલી કલીપ બાદ પોલીસે તેની આપત્તિ વ્યવસ્થાપન ધારા તળે ધરપકડ કરી છે આ શખ્સે પોતે ધારે તો આખા ભારતને કોરોના નો ચેપ લગાડી દે એવા ઉચ્ચારણો સહીત
વર્તમાન સ્થિતિમાં ભય સર્જાય એવી હરકત કરી હતી.