Home Current કોરોના મહામારી વચ્ચે ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલની સુવિધા-સુરક્ષા પર કોંગી આગેવાનનાં વેધક...

કોરોના મહામારી વચ્ચે ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલની સુવિધા-સુરક્ષા પર કોંગી આગેવાનનાં વેધક સવાલો…

583
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ
બાળકોના મોતથી લઇ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (MCI)નાં ચેકીંગ દરમ્યાન ખોટી સુવિધા ઉભી કરવાના મામલે ચર્ચામાં રહેતી કચ્છનાં ભુજમાં આવેલી અદાણી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કચ્છમાં જ્યારે કોરોના કેસોની સંખ્યા ઓછી હતી. અને મૃત્યુની સંખ્યાનો આંક પણ ઓછો હતો ત્યારે અદાણી મેનેજમેન્ટ દ્વારા પોતાની જ પીઠ થાબડવાનો એક પણ મોકો ચુક્યુ ન હતુ. પરંતુ હવે મૃત્યુદર વધતા જ હોસ્પિટલની સુવિધા અને સજ્જતા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં જીવનરક્ષક ઇન્જેકશન,દવાના જથ્થા અને વેન્ટીલેટર જેવા સાધનોના પોકળ દાવા સામે કોંગી આગેવાન દ્વારા સવાલ કરવામાં આવતો મામલો ચર્ચામાં આવ્યો છે.
હોસ્પિટલમાંથી દર્દી ભાગી ગયો મૃતકોના પરિવારોએ કર્યા બેદરકારીનો આક્ષેપ
આ પહેલા પણ જ્યારે કોવીડ-19થી દર્દીઓના મોતની સંખ્યા વધી ત્યારે પણ કોગ્રેસના આગેવાને હોસ્પિટલનમાં પુરતો દવાનો જથ્થો વેન્ટીલેટર સહિતના મુદ્દે અનેક સવાલો ઉભા કર્યા હતા. નિષ્ણાંત તબીબોની હાજરી અંગે પણ હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે જવાબો માંગ્યા હતા. પરંતુ માત્ર આભાસી વાહવાઇ મેળવી અંદર પોલમપોલ ચાલતુ હોય તેમ ફરી કોગ્રેસના રવિન્દ્ર ત્રવાડીએ કોવીડ-19 દરમ્યાન અદાણી સંચાલિત હોસ્પિટલમાં કોના ખર્ચે અને શુ સુવિધા વિકસાવાઇ તેની માહિતી આપવા સાથે તેની ન્યાયિક તપાસની માંગ કરી છે. વેન્ટીલેટર,હોસ્પિટલ સ્ટાફની સંખ્યા દવાનો પુરતો જથ્થો છે કે નહી તેવા વેધક સવાલો પણ કર્યા છે. સાથે સાથે ગુરુવારે જે રીતે કોવીડ પોઝીટીવ દર્દી ભાગી ગયો તેને લઈને પણ તેઓએ સુરક્ષા પર સવાલ ઉઠાવતા હોસ્પિટલમાં અપુરતી સુવિધાથી દર્દી ભાગ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં સુવિદ્યા વધારવાના ઉદ્દધાટન સહિત બેદરકારીથી મોત અને અપુરતી દવાના મુદ્દે અદાણી મેનેજમેન્ટ ચર્ચામાં તો રહ્યુ જ છે. પરંતુ હવે પરિસ્થિતી ગંભીર બનતા તેનો વિરોધ શરૂ થયો છે. ભલે રાજકીય પાર્ટીએ સવાલો ઉભા કર્યા છે. પરંતુ ન્યાયિક તપાસ કચ્છના આરોગ્ય હિતમાં થાય તે જરૂરી છે.