5 ઓગસ્ટ 2020નો દિવસ સમગ્ર ભારત માટે ઐતિહાસીક હતો રામ જન્મભુમી પર ભગવાન રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયો જો કે તે સિવાયના સ્થળો પર અનેક રીતે આ ઐતિહાસીક દિવસની ઉજવણી કરાઇ પરંતુ તેના મુળમાં ભગવાન રામ હતા કચ્છના સાંસદ અને ભાજપ પ્રમુખે ભગવાન રામની આરતી ઉતારી તો અન્ય ધારાસભ્યોએ પણ ધાર્મીક કાર્યક્રમમા હાજરી આપી પરંતુ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કઇક અલગ રીતેજ ઉજવણી કરી કેમકે મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં તો ભગવાન રામ દેખાયા પરંતુ સમગ્ર નગરચર્યાના કાર્યક્રમમાં ભગવાન રામ ક્યાક દેખાયા જ નહી ધારાસભ્યો સ્વામીનારાયણ મંદિરના સંતોને પાછળ રાખી ખુલ્લી જીપમાં નગરચર્યા કરતા રહ્યા જો કે આજે સોસિયલ મિડીયામાં ફોટા વિડીયો અને તેમની પ્રેસનોટ સાથે તેની ખુબ ટીકા થઇ
રામ મંદિર શિલાન્યાસની ખુશી કે ધારાસભ્યનુ પ્રદર્શન ?
સમગ્ર દેશમાં કાલે દિવાળી જેવો માહોલ હતો અને ઠેરઠેર મીઠાઇ વહેંચી,ફટાકડા ફોડી અને ધાર્મીક કાર્યક્રમો આયોજીત કરી હિન્દુ સંગઠનો અને ભાજપે ઉજવણી કરી કોમી એકતાના દર્શન પણ થયા પરંતુ માંડવીમાં આયોજીત કાર્યક્રમ આજે ચર્ચામાં આવ્યો છે. કેમકે મંદિરમાં ભગવાન રામના ગુણગાન ગાઇ ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેના સમર્થકો સાથે ખુલ્લી જીપમાં નિકળ્યા અને તેમનુ ઠેરઠેર પુષ્પવર્ષાથી સ્વાગત પણ થયો સંતોની હાજરી હતી પરંતુ તે પાછળની ખુલ્લી જીપમાં હતા. આમ ધારાસભ્યનો આ કાર્યક્રમ ચર્ચામાં રહ્યો કેમકે ભગવાન રામના દર્શન ભક્તોને આખી યાત્રામાં ક્યાક ન થયા કેમકે ધાર્મીક કાર્યક્રમો યોજવા,ઉજવણી કરવી એ વાત થોડી યોગ્ય ગણી શકાય પરંતુ ભગવાન રામની નગરચર્યાના નામે ધારાસભ્યનો આ કાર્યક્રમ કેટલી ઉચીત તે સવાલ ચોક્કસ ઉભો થાય
ધારાસભ્ય વિરેન્દ્રસિંહને માસ્ક નથી ફાવતુ ?
કોરોના મહામારી વચ્ચે સરકારે ધણી છુટછાટ આપી છે. પરંતુ ફરજીયાત માસ્ક અને સોસીયલ ડીસ્ટનસીંગ ફરજીયાત છે. પરંતુ કચ્છમાં ભાજપનાજ નેતાઓ તેનુ ઉલ્લધન કરતા નઝરે પડી રહ્યા છે. તેમાય માંડવી વિસ્તારના ધારાસભ્ય અનેકવાર આ કારણોસર ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાંજ માંડવી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં તેઓ માસ્ક વગર દેખાતા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરી નગરચર્ચા દરમ્યાન તેઓ અમુક જગ્યાએ માસ્ક ઉતારી લોકોને મળતા નઝરે પડ્યા તો ધારાસભ્યની સાથે તેમના સમર્થકો પણ માસ્ક વગર દેખાયા જો કે આ તો એ મામલાની વાત છે. જેના ફોટો વિડીયો વાયરલ થયા છે. પરંતુ ચર્ચા છે. કે મોટાભાગે ધારાસભ્ય માસ્ક પહેરવાનુ પંસદ નથી કરતા હવે શુ કારણ છે. તેતો ધારાસભ્ય જ જાણે પરંતુ કોરોના વોરીયર્સ બનેલા ભાજપના નેતાઓજ ક્યાક નિયમો ભંગ કરતા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
કાર્યક્રમ ચોકક્સ ઐતિહાસીક ઉન્માદનો હતો અને તેમાં ભુલ થાય તે સ્વાભાવીક ગણી શકાય પરંતુ જે મુળમાં છે. તે ભગવાન રામજ ભુલાય જાય તો? બાહુબલી નેતાએ ઉન્માદમાં ન માત્ર ભગવાન રામના નામે શક્તિ પ્રદર્શન કર્યુ પરંતુ ક્યાક કોરોના મહામારીમાં જાગૃતિની તેમની ભુમીકા પણ ચુક્યા હા રામના નામે રાજકીય રોટલા ચોક્કસ સેકી લીધા….