Home Current નિયત સમયે મોટા છબરડા સાથેની કોરોના યાદી કચ્છના તંત્રએ જારી કરી;24 પોઝીટીવ...

નિયત સમયે મોટા છબરડા સાથેની કોરોના યાદી કચ્છના તંત્રએ જારી કરી;24 પોઝીટીવ બે મોત

760
SHARE
કચ્છમાં કોરોનાના વધતા કહેર વચ્ચે તંત્રની યાદીમાંન સંકલન અને માહિતી આપલેના છબરડાનો સીલસીલો યથાવત છે. અને આજે પણ ગાંધીનગરથી યાદી જાહેર થઇ ગઇ હોવા છંતા તંત્રએ નિયત સમયેજ યાદી જાહેર કરી હતી. કચ્છમાં આજે કોરોના કુલ 24 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં ભુજમાં સૌથી વધુ પોઝીટીવ કેસો નોંધાયા છે. તો અંજાર,ગાંધીધામ માં 6-6 કેસ અને માંડવી,મુન્દ્રા અને અબડાસામાં 1-1-1 પોઝીટીવ કેસો નોંધાયા છે. તો બે લોકો સત્તાવાર રીતે કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનુ તંત્રએ જાહેર કર્યુ છે. જો કે તંત્રએ જારી કરેલી સત્તાવાર યાદીમાં મૃત્યુ પામેલ મહિલાને ગાંધીધામની દર્શાવી તંત્રએ ફરી એકવાર છબરડો માર્યો હતો. ખરેખર મૃત્યુ પામેલ મહિલા ભુજના કેમ્પ એરીયાની હતી પરંતુ તંત્રએ તેને ગાધીધામની દર્શાવી સાથે સરલાબેનને પુરૂષ તરીકે દર્શાવાયા જો કે 20 મીનીટ બાદ તંત્રએ છબરડો સુધાર્યો કચ્છમાં આજે તંત્રએ જારી કરેલી યાદી મુજબ ભુજ એ.સી.બીના પી.આઇ એમ.જે.ચૌધરી તથા મુન્દ્રાના પ્રતિષ્ઠીત વેપારીને પણ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.
તંત્રની મનમાની વચ્ચે લોકોમાં ભય વધી રહ્યો છે.
કચ્છમાં કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે તંત્ર હજુ પણ મનમાની મુજબ નિયત સમયેજ યાદી જાહેર કરી રહ્યુ છે. જો કે સોસીયલ મીડીયામાં તંત્રની યાદી પહેલા બિન સત્તાવાર રીતે અથવા નિચલીકક્ષાએથી યાદી અથવા નામો જાહેર થઇ જતા લોકો મુઝંવણમાં છે. તો ક્યાક પોઝીટીવ આવેલા દર્દીનુ નામ યાદીમાં બે દિવસ બાદ આવી રહ્યુ છે. જેથી અલગ-અલગ માધ્યમો તેમના સોર્સ મુજબ માહિતી વાંચકો સુધી પહોચાડી રહ્યા છે. જો કે સોસીયલ મીડીયાના માધ્યમથી સચોટ પરંતુ બીન સત્તાવાર રીતે માહિતી મેળવી લોકો ભય અનુભવી રહ્યા છે. ત્યારે તંત્ર નિયતત સમયે અને એકજ માધ્યમથી માહિતી આપવાનુ આંતરીક સંકલન કરે તે જરૂરી બન્યુ છે. જો કે જાગૃત લોકોની માંગ અને મીડીયાની ટકોર પછી પણ તંત્ર નિયત કરેલા સમયેજ ઇરાદાપુર્વક માહિતી આપવાનુ ચાલુ રાખ્યુ છે.
સંકલનનો અભાવ અને આંકડાઓની માયાજાળ રચી તંત્ર કચ્છમાં કોરોના કાબુમાં હોવાનો ભલે હાસકારો અનુભવતી હોય પરંતુ પરિસ્થીતી થોડી વિકટ છે સુવિદ્યા અને સંકલન વધારવાના બદલે તંત્ર રોબોટીક કામ કરતી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ત્યારે સંકલન સાથે લોકોને ખરા અર્થમાં કોરોના સામે લડવા તંત્ર સજ્જ બને તે કચ્છના હિતમાં છે.