Home Current મુન્દ્રામાં તળાવ વધાવવા સમયે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં યુવાન ડુબ્યો; શોધખોળ જારી.

મુન્દ્રામાં તળાવ વધાવવા સમયે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં યુવાન ડુબ્યો; શોધખોળ જારી.

8201
SHARE
રાજ્યની સાથે કચ્છમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. અને ખાસ કરીને માંડવી-મુન્દ્રા વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદથી અનેક તળાવ ડેમો ભરાયા છે. ત્યારે આજે મુન્દ્રામાં સારા વરસાદ બાદ જેરામસર તળાવ છલકાઇ જતા પંચાયત દ્રારા તળાવ વધાવવાની વિધી માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાઇ હતી. જો કે તળાવ વધાવવા સમયે બનેલી ધટનાની ચર્ચા ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી હતી. કેમકે તળાવ વધાવ્યા બાદ પુજન નાળીયેર તળાવમાં ફેંકાયુ હતુ. અને જેની શોધખોળ માટે તળાવમાં પડેલા 3 યુવાનોમાંથી એક યુવાન ડુબી ગયો હતો. જેની શોધખોળ ચાલુ છે.
ધારાસભ્યની હાજરીમાં ધટના બની
આમતો આ વર્ષો જુની પરંપરા છે. પરંતુ આવી ઘટના ભાગ્યેજ બની હોય છે. કે તળાવ વધાવવા સમયે કોઇ ડુબી ગયુ હોય આજે જેરામસર તળાવ વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ધારાસભ્યએ તળાવ વધાવ્યા બાદ નારીયેળ તળાવમાં ફેકાયુ હતુ જેને શોધવા માટે યુવાનો તળાવમાં પડ્યો હતા પરંતુ એક યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયો જેને સ્થાનીક તરવૈયાની મદદથી શોધવાના પ્રયત્ન હાથ ધરાયા હતા. પરંતુ ધારાસભ્યની હાજરીમાં બનેલી આ ઘટના ભાગ્યેજ બનતી હોય છે. જેની ચર્ચા છેક ગાંધીનગર સુધી વહેતી થઇ હતી.
શક્તિસિંહે ટ્વીટ કરી ધટનાને વખોડી
અગાઉ મુન્દ્રા-માંડવી વિસ્તારમાં વિરેન્દ્રસિંહ સામે કોગ્રેસમાંથી ચુંટણીજંગમાં ઝંપલાવનાર કોગ્રેસમાં રાષ્ટ્રીય નેતા શક્તિસિંહે પણ આ ધટના બાદ ટ્વીટ કર્યુ હતુ. મને પ્રાપ્ત ફોન સંદેશ મુજબ કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે કોઇ પણ સાવચેતી વગર તળાવમાં તરીને વસ્તુ કાઢી આપવાની સ્પર્ધા રાખવામાં આવેલી સરકારના અધિકારીઓ અને ભાજપના પદાધીકારીઓ હાજર રહ્યા હતા. એક તળાવમાં ડુબી જવાના ખબર છે. મુખ્યમંત્રી જી તુંરત NDRF મોકલો અને તપાસ થવા વિનંતી છે. જો કે ટ્વીટમાં તપાસની જગ્યાએ તાપસ થઇ ગયુ હતુ.
મુન્દ્રામાં આ પહેલા પણ ભારે વરસાદ જીવલેણ બન્યો હતો. અને ધ્રબમાં ડુબી જવાથી 4 લોકોના મોત થયા હતા. અને આજે તળાવની વધામણીનો શુભ પ્રસંગમાં દુખદ ધટના બની હતી જો કે હજુ યુવાનનો પત્તો ન મળ્યો હોવાના સમાચાર છે.