ગુજરાતમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ગત રાત્રીથી રાપર વિસ્તારમાં ભારે વરસાદ પછી વહેલી સવારથી પુર્વ કચ્છમાં જોરદાર વરસાદ વરસ્યો હતો જેમાં અંજાર-ગાંધીધામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભુજમાં માત્ર દોઢ કલાકમાંજ અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કચ્છમાં સીઝનનો સૌથી વધુ રેકર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. તેમાં ફરી ધોધમાર વરસાદે લોકો માટે મુશ્કેલી સર્જી છે. આજ ભુજમાં સતત વરસાદથી નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં બસ સ્ટેશન,ધનશ્યામ નગર જ્યુબેલી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા તો હમિરસર તળાવની આવ ફરી શરૂ થઇ હતી. અને લોકો તેને જોવા માટે ઉમટ્યા હતા. તો હમિરસર પાસે તળાવની જર્જરીત દિવાલ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભુજમાં પડેલા 3 ઇંચ વરસાદથી ખેતીના પાકને નુકશાન જાય તેવી ચિંતા છે. કચ્છમાં જીલ્લા કન્ટ્રોલરૂમના આંકડા મુજબ સવારથી કચ્છમાં ભુજ-63MM,અંજાર-40MM,ગાંધીધામ-28MM,ભચાઉ-08MM વરસાદ નોંધાયો હતો. ભારે ગાજવીજ સાથે પડેલા એકધારા વરસાદથી લોકો માટે મુશ્કેલી પણ સર્જાઇ હતી.