Home Current કચ્છમાં કોરોના મહામારી કેવી? આરોગ્ય કમિશ્ર્નરે કચ્છના તંત્ર સાથે બેઠક પછી કહ્યુ...

કચ્છમાં કોરોના મહામારી કેવી? આરોગ્ય કમિશ્ર્નરે કચ્છના તંત્ર સાથે બેઠક પછી કહ્યુ બધુ બરોબર છે.

838
SHARE
રાજ્યની સાથે કચ્છમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. મૃત્યુઆંક કચ્છનુ તંત્ર છુપાવી રહ્યુ છે. તેવા સ્પષ્ટ આક્ષેપો વિપક્ષ અને આમ નાગરીકો પણ કરી રહ્યા છે. એકમાત્ર જીલ્લાની અદાણી સંચાલીત સરકારી હોસ્પિટલમાં પુરતી સુવિદ્યા નથી અને ખાનગી હોસ્પિટલમાં સરકારી ગાઇડલાઇનના ભંગની ફરીયાદો ઉઠી રહી છે પરંતુ તે વચ્ચે આજે કચ્છની મુલાકાતે આવેલા આરોગ્ય કમિશ્ર્નર જયપ્રકાશ શિવહરે એ કચ્છના વહીવટી તંત્ર સાથે બેઠક બાદ કહ્યુ કે કચ્છમાં બધુ બરોબર છે. અને લોકો જાગૃત રહી સાવચેતી રાખે તેવી અપિલ કરી છે.
જો બધુ બરોબર છે. તો ફરીયાદો કેમ ઉઠી રહી છે?
કોરોના મહામારી વચ્ચે એક તરફ જ્યા રાજકીય તાયફાઓ કચ્છમાં પણ ચાલુ છે. અને તંત્ર સબ સલામતીના દાવા કરી રહ્યુ છે. તે વચ્ચે અનેક જગ્યાએ આંકડાઓ મોડો જાહેર કરવા 3 દિવસ પહેલા પોઝીટીવ આવેલા દર્દીઓનો લીસ્ટમાં સમાવેશ મોડો થવો અને મૃત્યુદર વધુ હોવા છંતા સરકારી ચોપડે થોડાજ કેસો દેખાઇ રહ્યા છે. સરકારી એકમાત્ર અદાણી સંચાલીત હોસ્પિટલમાં પુરતા વેન્ટીલેટર અને ઓક્સીજનની સુવિદ્યા સાથે યોગ્ય દેખરેખ ન થતી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. પરંતુ તે વચ્ચે આરોગ્ય કમિશ્ર્નરે બધુ બરોબર હોવાનો દાવો કર્યો હતો. ઓક્સીજનની સુવિદ્યા વધારવા માટે તેઓએ ચોક્કસ તંત્રને ટકોર કરી હતી પરંતુ બાકી તમામ બાબતો તબક્કાવાર ધ્યાને લઇ વધારાશે તેમ જણાવી તેઓએ કચ્છમાં બધુ બરોબર છે. તેમ કહ્યુ હતુ. પરંતુ સવાલ એ છે. કે જો બધુ બરોબર છે. તો શા માટે આટલા સવાલો ઉભા થઇ રહ્યા છે.
જીલ્લા આરોગ્ય વિભાગ,કલેકટર,ડી.ડી.ઓ સહિત કચ્છના તમામ તંત્ર સાથે બેઠક બાદ તેઓએ ભુજની અદાણી સંચાલીત હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. પરંતુ આંકડાકીય વિસંગતતા અને લોકોની આટલી ફરીયાદ પછી કમિશ્ર્નર જયપ્રકાશ શિવહરે એ કચ્છના વહીવટી તંત્રના સુરમાં સુર પુરાવી બધુ બરોબર હોવાની જ વાત કરી હતી જો ખરેખર કોવીડ પોઝીટીવ દર્દીઓની મુલાકાત સાથે કોવીડ સેન્ટરો અને હોસ્પિટલોની યોગ્ય તપાસ થાય તો ચોક્કસ અનેક ક્ષત્રીઓ સામે આવે તેમ છે. પરંતુ આશા છે. કે બંધ બારણે તંત્ર સાથે ચર્ચા પછી સ્થિતીમાં કાઇ સુધારો થાય બાકી કચ્છના લોકો સરકારી સીસ્ટમમાં જીવવા ટેવાઇ ગયા છે.