Home Current સરકાર પછી સંગઠનમાં પણ કચ્છ ભાજપનુ કદ વધ્યુ સાંસદ વિનાદ ચાવડાને પ્રદેશ...

સરકાર પછી સંગઠનમાં પણ કચ્છ ભાજપનુ કદ વધ્યુ સાંસદ વિનાદ ચાવડાને પ્રદેશ સંગઠનમાં સ્થાન

526
SHARE
કચ્છ એ ભાજપને ગઢ માનવામાં આવે છે. અને રાપર-અબડાસા સિવાય હમેંશા ભાજપે સ્થાનીક સ્વારાજથી લઇ ધારાસભ્ય સુધીની ચુંટણીઓમાં એકચક્રી જીત મેળવી છે. જો કે કચ્છમાં ભાજપના દબદબા છંતા મંત્રી મંડળમાં ભાજપને મહા મહેનતે સ્થાન મળે છે. જો કે ક્યારેક સંસદીય સચિવ અને ક્યારેક મંત્રી મંડળમાં વાસણભાઇએ લાંબા સમય કચ્છનુ પ્રતિનીધીત્વ કર્યુ છે. અને વર્તમાનમાં પણ અનેક વિવાદો પછી તેઓ મંત્રી પદ્દ જાળવી શક્યા છે. નબળા નેતૃત્વ સાથે ભાજપનો આંતરીક જુથ્થવાદ સંગઠન અને સરકારમાં કચ્છને વધુ લાભ અપાવી શક્યો નથી. પરંતુ હાલ જ્યારે પ્રદેશ માળખાનુ નેતૃત્વ જ્યારે બદલાયુ છે ત્યારે કચ્છની નોંધ પણ સંગઠનમાં લેવાઇ છે. જ્યા થોડા મહિનાઓ પહેલાજ આંતરીજ જુથ્થવાદને કારણે કચ્છ સંગઠનની વરણી પડતી મુકાઇ હતી. ત્યા આંતરીક જુથ્થવાદ પણ ચરમસીમાએ છેક ગાંધીનગર સુધી પહોચ્યુ હતુ. જો કે અબડાસા ચુંટણીમાં જીત પછી કચ્છ ભાજપની પણ નોંધ લેવાઇ છે. અને પ્રદેશ સંગઠનના માળખામાં કચ્છના સાંસદને પણ સ્થાન મળ્યુ છે.
શ્રેષ્ઠ સાસંદ હવે સંગઠનમાં મહત્વની ભુમીકા
અબડાસા બેઠકની પેટાચુંટણીમાં પેજસભ્યને કાર્ડ આપવા સાથે જે રીતે બુથ મેનેજમેન્ટ ગોઠવાયુ હતુ. તેની પ્રસંશા ખુદ કચ્છ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી હતી અને તેની પ્રસંશા છેક દિલ્હી સુધી કરી હતી. તો અબડાસા ચુંટણી બાદ પણ ભાજપના તમામ કાર્યક્રરો સ્થાનીક સ્વરાજની ચુંટણીની તૈયારીઓમાં અત્યારથી લાગી ગયા છે. આ કામગીરીમાં જીલ્લા ભાજપના પ્રમુખ સાથે કચ્છના સાંસદ વિનાદો ચાવડાની મહત્વની ભુમીકા મનાતી હતી અને તેથીજ લાંબા સમયથી અટકળો હતી કે કચ્છ ભાજપને પ્રદેશ સંગઠનમાં નેતૃત્વ મળશે આજે ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રદેશ ઉપપ્રમુખ,મહામંત્રી અને મંત્રી સહિત 22 સંગઠન હોદ્દેદારોની જાહેરાત કરાઇ હતી. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પણ સ્થાન અપાયુ હતુ. તાજેતરમાંજ ભારતના શ્રેષ્ઠ સાંસદોમાં વિનોદ ચાવડાને સ્થાન મળ્યુ હતુ તેવામા હવે સંગઠનમાં પણ મહત્વ મળતા કાર્યક્રરો અને તેમના સમર્થકોમાં બેવળી ખુશી છે.
કચ્છ સંગઠનમાં મહત્વના સુચનો સાથે નવુ માળખુ જાહેર કર્યા બાદ કચ્છના સાંસદની નોંધ લેવાશે તેવુ કાર્યક્રરો દ્રઢ પણે માનતા હતા અને આજે નિમણુંક સાથે કચ્છ ભાજપે ઉજવણી સાથે તેમને અભિનંદન આપવા એકઠા થયા હતા 1 દાયકા કરતા વધુ સમયથી સરકારમાં કચ્છને પ્રતિનીધીત્વ મળે છે. પરંતુ સંગઠનમાં મહત્વની ભુમીકામાં કચ્છના પ્રતિનીધીને ભાગ્યેજ સ્થાન મળે છે જે આજે કચ્છના સાંસદને મળ્યુ છે. આમતો રૂટીન થતી આ પ્રક્રીયા છે. પણ કચ્છના કાર્યક્રરોમાં પ્રદેશમા કચ્છને સ્થાન મળવાથી એક નવો ઉત્સાહન જાગ્યો છે.