કચ્છના પ્રવેશદ્રાર એવા સુરજબારી પુલ પર ટ્રાફીકજામની સમસ્યાથી હવે સૌ કોઇ વાકેફ છે. પરંતુ તેનો ઉકેલ ક્યારે આવશે તેનો કોઇ પાસે જવાબ નથી એક મહિનાથી 6 લેન રોડનુ કામ શરૂ થતાજ કચ્છ આવાગમન માટે કલાકો વધુ સમય વાહનચલાકોને લાગી રહ્યા છે. અને છાસવારે કલાકોનો કેટલાય કિ.મી લાંબો ટ્રાફીકજામ થાય છે. જેની અસર કચ્છના ઉદ્યોગજગત અને પ્રવાસન સહિત તમામ ક્ષેત્ર પર પડ્યો છે. જો કે વિકાસ કરતા આયોજન વગરનુ કાર્ય અપુરતા સાધનો અને ચોક્કસ માર્ગદર્શીકાના પ્રચારના અભાવે આ સમસ્યા સર્જાઇ રહી છે. જેની કારણે કેટલાય માનવ કલાકોનો વ્યય થઇ રહ્યો છે. જો કે કામ ક્યારે પુર્ણ થશે અને કચ્છ આવતા અને જતા વાહનચાલકોને ક્યારે ટ્રાફીકજામની સમસ્યાથી છુટકારો મળશે તેનો ચોક્કસ સમય કોઇ પાસે નથી. જો કે યોગ્ય માહિતી વગર કચ્છ આવતા લોકો હાલ ભારે મુશ્કેલીના સામના સાથે કચ્છમાં પ્રવેશ મેળવી રહ્યા છે.
કામ એક મહિનાથી પણ સમસ્યા લાંબા સમયથી
લગભગ એક મહિના પહેલા મંજુર થયેલા નવા 6 લેન રોડનુ કાર્ય શરૂ કરાયુ છે. જેને પગલે સુરજબારી પુલથી લઇ માળીયા તરફ જતા માર્ગ પર દૈનીક ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે. અને ક્યારેક તો 10થી25 કિ.મી લાંબો ટ્રાફીકજામ સર્જાય છે અને કલાકોના કલાકો લોકોને વાહનોમાં બેસી રહેવુ પડે છે. જો કે કાર્ય તો એક મહિનાથી શરૂ થયુ છે. પરંતુ અપુરતા સાધનો,ચોક્કસ માર્ગદર્શીકા અને ટાંચા સાધનોને પગલે પણ સમસ્યા વધુ વિકટ બની છે. અને ધણી વાર નાના અકસ્માત બાદ પણ કલાકો સુધી ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે. તો ચોક્કસ ટ્રાફીક નિયમન માટેનો સ્ટાફ પણ ન હોવાથી કચ્છ આવતા અને કચ્છ બહાર જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. જેની અસર કચ્છના પ્રવાસન અને ઉદ્યોગજગત પર વધુ પડી છે. અને ઇમરજન્સી કામ માટે જતા વાહનચાલકો પણ ભારે ટ્રાફીકમાં અટવાઇ રહ્યા છે
પોલિસ વિભાગ દ્રારા વિવિધ સુચનો ચુંટાયેલા પ્રતિનીધીઓની વિવિધ જાહેરાતો વચ્ચે કચ્છના પ્રવેશદ્રાર પર લાંબા સમયથી ટ્રાફીકજામની સમસ્યા છે. જે માનવસર્જીત છે. ચોક્કસ કામ પુર્ણ થયા બાદ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પરંતુ હાલ આયોજન વગર લોકો રોજ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને નિયત સમય કામ સર નિકળી રહેલા નાગરીકો કલાકો સુધી ટ્રાફીકજામમાં અટવાયેલા રહે છે. ત્યારે તેના કાયમી ઉકેલ સાથે યોગ્ય આયોજન કરી સમસ્યા હળવી ઝડપથી થાય તેવી માંગ ઉઠી રહી છે