Home Current અંતિમ દિવસે દાવેદારી નોંધાવવા ભારે ધસારો; ભુજ વોર્ડ-9માં ખેલ થઇ ગયો! 4...

અંતિમ દિવસે દાવેદારી નોંધાવવા ભારે ધસારો; ભુજ વોર્ડ-9માં ખેલ થઇ ગયો! 4 નહી 1 જ દાવેદાર

2254
SHARE
સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ આજે અંતિમ દિવસે દાવેદારીપત્ર ભરવાના અંતિમ દિવસે ભારે રસાકસા ,ઉત્જેના સાથે ધસારો જોવા મળ્યો હતો. કોગ્રેસે ગઇકાલેજ કેટલાક વોર્ડના નામ જાહેર કર્યા વગર દાવેદારો પાસે ફોર્મ ભરાવી નાંખ્યા હતા જ્યારે આજે બાકી રહેલા વોર્ડ માટે દાવેદારો ઉમટી પડ્યા હતા. તો ભાજપના દાવેદારો પણ પોતાના સમર્થકો અને પક્ષના-સંગઠનના આગેવાનો સાથે દાવેદારી માટે પહોચ્યા હતા. જો કે દાવેદારીના અંતિમ દિવસે અનેક જગ્યાએ અવનવા કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને ભુજમા ફોર્મ ભરવાના અંતિમ દિવસે છેલ્લી ધડીએ ખેલ પડી ગયો હતો અને વોર્ડ નંબર-09 માં 4 પૈકી માત્ર એક જ દાવેદારી કોગ્રેસ નોંધાવી શકી હતી. જો કે કોગ્રેસે છેલ્લી ધડી સુધી નામ ગુપ્ત રાખ્યા હોવાથી નામ જાણી શકાયા નથી. પરંતુ જો કે સુત્રો પાસેથી માહિતી મુજબ નરેન્દ્ર સિવદાસ પટેલ સંપર્કમાં નથી અને તેમની આગેવાનીમાં કોગ્રેસની વોર્ડ નંબર-09 માટે પેનલ તૈયાર થઇ હતી જે પૈકી 3 દાવેદારોના ફોર્મ છેલ્લી ધડી સુધી કોગ્રેસ જમા કરાવી શક્યુ હતુ. અને ત્યાર બાદ દાવેદારીનો સમય પુરો થઇ ગયો હતો જેથી કોગ્રેસ 4 પૈકી એકમાત્ર દાવેદારની દાવેદારી રુજ કરી શકી છે. સુત્રોનુ માનીએ તો નગરપાલિકાના પુર્વ પ્રમુખ બાપાલાલ જાડેજાનો પુત્ર આ વોર્ડમાંથી ઉભો છે. અને સંભવત આ વોર્ડ ભાજપ બિનહરીફ મેળવે તો નવાઇ નહી કોગ્રેસના શહેર પ્રમુખ રવિન્દ્ર ત્રવાડીએ સવારે જ શંકા વ્યક્ત કરી હતી કે ભાજપ તોડજોડની નિતી સાથે ઉમેદવારોને પરેશાન કરી રહી છે.જો કે કોગ્રેસ તરફથી દાવેદારી ન થતા વોર્ડ નંબર-09માં રેશ્માબેન ઝવેરી તથા દિપ્તી રૂપારેલ બિનહરીફ વિજેતા બન્યા છે.