એક તરફ મોટા-મોટા માથાઓ અને કંપનીઓ દ્રારા કચ્છમાં કરોડો રૂપીયાની ખનીજ ચોરી થાય છે. જેની સામે કાર્યવાહી કરવામાં ખાણખનીજ વિભાગને શરમ નડે છે. જો કે ભુજ અને તેની આસપાસથી રોયલ્ટી ભરીને રેતી,ખનીજ પરિવહન કરતા ટ્રાન્સ્પોર્ટરોને થોડા ઓવરલોડ ભરવાના કિસ્સામાં લાખો રૂપીયાનો દંડ કરાતા આજે 150થી વધુ ટ્રકોના પૈડા ભુજના મીરઝાપર નજીક થંભાવી દેવાયા હતા. ટાઇમ સ્કવેર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં આજે તમામ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ડમ્પર અને ટ્રકો ઉભી રાખી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રાન્સપોર્ટ અગ્રણીએ જણાવ્યુ હતુ. તમામ ચાલકો રોયલ્ટી-પાસ ભરીને પરિવહન કરે છે. પરંતુ 1000 કિ.લો કે તેથી વધુ ખનીજ રેતી વધુ હોય તેવા કિસ્સામાં પણ ખાણખનીજ વિભાગ દ્રારા લાખો રૂપીયાનો દંડ ફટકારાય છે. એક તરફ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેવામાં થોડા વધુ ખનીજ ભરવાના મામલામાં દંડનીય કાર્યવાહી ખોટી છે.
તો અચોક્કસ મુદ્દતનો વિરોધ
એક તરફ લાખો રૂપીયાનો દંડ ખોટી રીતે કરાય છે. બીજી તરફ ખાનગી વાહનોમા આવતા અધિકારીઓ આર.ટી.ઓ ના ડોક્યુમેન્ટની પણ માંગણી કરે છે. અને ડ્રાઇવરોના ફોન પણ લઇ લે છે. વાલાદવલાની નિતીનો પણ આજે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કર્યો હતો. કેમકે થોડા સમય પહેલાજ મોટા આગેવાનોની ગાડીઓ સામે ખાણખનીજ વિભાગે કાર્યવાહી કરવામાં શરમ કરી હતી. તેવામા આજે બધી ટ્રકો ઉભી રાખી દેવાઇ છે. અને આવતીકાલે ટ્રાન્સપોર્ટરો દ્રારા આ મામલે આવેદનપત્ર પણ આપવામાં આવશે અને જ્યા સુધી આવી તાનાશાહી કાર્યવાહી ચાલુ રહેશે ત્યા સુધી ટ્રાન્સપોર્ટરો વિરોધ ચાલુ રાખશે તેવુ આગેવાનોએ જણાવ્યુ હતુ. આજે ભુજ નજીક 150 થી વધુ ટ્રકના પૈડા થંભાવી દેવાયા હતા.
એક તરફ કચ્છના ગેરકાયેદસર રેતી હોય કે ખનીજ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમા કદ્દ મુજબ કાર્યવાહી કરાય છે. અથવા ધણા કિસ્સામાં કાર્યવાહી કરાતી પણ નથી તેવામાં નાના ટ્રાન્સપોર્ટરોને રોયલ્ટી હોવા છંતા થોડા ઓવરલોડમાં પણ લાખો રૂપીયાનો દંડ કરાતા વિરોધ શરૂ થયો છે. તો દંડ સાથે ખાનગી વાહનોમા કાર્યવાહી કરવી તથા લીઝના પ્રશ્ર્નોને લઇને પણ અચોક્કસ મુદ્દતના વિરોધમાં આજે ટ્રાન્સપોર્ટરો ઉતરી ગયા છે. જેમાં લોકો વધુમાં વધુ જોડાઇ રહ્યા છે