પાકિસ્તાની સરકારમાં સિંધ પ્રાન્તમાંથી પ્રતિનિધિત્વ કરનાર રામસિંહ સોઢાનુ દુખદ નિધન થયુ છે. વ્યવસાયમાં વકીલે એવા રામસિંહજી સોઢાએ સોઢા સરણાર્થીને ભારતનુ નાગરીકત્વ મળે તેવા ભરપુર પ્રયત્નો કર્યા હતા.પાકિસ્તાનમાં હિન્દુ પર અત્યાચાર વચ્ચે તેઓ સતત હિન્દુઓના રક્ષણ માટે લડ્યા હતા. જો કે પાછલા વર્ષોમાં તેઓ ભારત આવી ગયા હતા. અને માદરે વતન કચ્છથી સોઢા સમણાર્થીઓને નાગરીકત્વ મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા હતા.76 વર્ષની વયે તેમનુ નિધન થતા આજે કચ્છના નખત્રાણામાં તેમની પાલખીયાત્રા યોજી તેમની અંતિમવિધી કરાઇ હતી. તેમના શોકથી સમગ્ર કચ્છમા શોકની લાગણી છવાઇ હતી. તેમનો પરિવાર સરકારમાં સારા હોદ્દાઓ પર કામ કરી રહ્યા હતા પરંતુ હિન્દુઓ પર અત્યાચાર વધ્યા બાદ તેઓ કચ્છ નખત્રાણા આવી ગયા હતા. આજે મણીનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામા લોકો જોડાયા હતા પાકિસ્તાનથી હિન્દુ અત્યાર વધતા પદ્દ અને સંપતિ છોડી કચ્છ આવેલા રામસિંહજી મોટી ઉંમરે પણ શરણાર્થીઓ માટે ખુબ સક્રિય રીતે કામ કરતા હતા. આજે કચ્છ ગુજરાતની સાથે તેમના નિધનથી પાકિસ્તાનમાં પણ શોક ફેલાયો હતો. પાકિસ્તાન માં દુઃખદ સમાચાર મળતા મીઠી ને ડિપ્લો બને તાલુકાએ સંપૂર્ણ બંધ પાડી રામસિંહજીને શ્રધાંજલિ આપી હતી તેવુ સોઢા સમાજના યુવા આગેવાન નવુભા સોઢાએ જણાવ્યુ હતુ. તેમના નિધનથી ન માત્ર સોઢા સમાજ પરંતુ કચ્છને મોટી ખોટ પડી છે. જો કે તેમની અંતિમ વિદાય તેમના વતન ખાતે થયુ હતી