અનેક રાજકીય ચડાવ ઉતાર પછી આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે તે પહેલા આજે ફોર્મ ચકાસણી સમયે ભાજપના વધુ બે ઉમેદવારો બિનહરીફ થયા છે. ભુજ તાલુકાની માનકુવા બેઠક પરથી ઉમેદવારી કરનાર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખની પત્ની મંજુલાબેન ભંડેરીએ દાવેદારી નોંધાવી હતી. જો કે આજે ફોર્મ ચકાસણી બાદ કોગ્રેસી ઉમેદવારએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ થયા હતા. તો બીજી તરફ ભુજ તાલકાની ડગાળા બેઠક પર પણ કોગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ડાહ્યાભાઇ વરચંદ બિનહરીફ થયા હતા. તો આજે ભાજપે જીલ્લા પંચાયતની દિનારા બેઠક પર મેન્ડેટ આપી ઉભા રાખેલા ઉમેદવારનુ ફોર્મ રદ્દ થયુ હતુ. મારીયાબાઇ મામદ સમાને પાર્ટીએ મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. પરંતુ આજે ફોર્મ ચકાસણી દરમ્યાન વધુ સંતાનોના મુદ્દે ઉભા થયેલા ટેકનીકલ મુદ્દાને લઇ તેમનુ ફોર્મ રદ્દ કરાયુ હતુ. જો કે તેમની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે તેમની પુત્રીએ ફોર્મ ભર્યુ હતુ તેથી હવે તે ફોર્મ માન્ય રહેતા માતાની જગ્યાએ તેની પુત્રી ચુંટણી લડશે આ પહેલા ભુજ તાલુકાની સરાડા તાલુકા પંચાયત બેઠક પણ બિનહરીફ થઇ હતી તો ભુજ પાલિકા વોર્ડ નંબર-09 માં બે મહિલા સભ્ય રેશમાબેન ઝવેરી તથા દિપ્તીબેન રૂપારેલ બિનહરીફ થયા હતા. હજુ આવતીકાલે પણ રાજકીય ચડાવ-ઉતાર વચ્ચે કેટલીક બેઠકો બિનહરીફ થાય તેવુ રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.ભુજ તાલુકા ભાજપ પ્રમુુખ ભીમજી જોધાણીએ માહિતી આપી હતી