(ન્યૂઝ4કચ્છ) કચ્છ યુનિવર્સિટી ખાતે કુલપતિ તથા રજિસ્ટ્રાર માટે નિર્માણ પામેલા આવાસોનું ઉદ્ઘાટન કરવા કચ્છ આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભુજની મુલાકાત વેળાએ કચ્છયુનિવર્સીટી મધ્યે ન્યૂઝ4કચ્છ સાથે ખાસ વાતચીત કરી હતી. જોકે, રાજ્યસરકારના નવા આયોજનની વાત કરી તેમણે કચ્છના શિક્ષણ ને લગતી પાયાની સમસ્યાઓની વાત આશ્વાસન આપીને ટાળી હતી. બે દિવસ પૂર્વે જ હેકાથોન અભિયાન હેઠળ દેશભર માંથી ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત આવ્યા હતા અને તેમણે વિવિધક્ષેત્રે કરેલી શોધખોળ અંગે ચર્ચાવિચારણા કરી હતી.હેકાથોન અભિયાન ગુજરાત સુધી પહોંચ્યું છે. આપણા વિદ્યાર્થીઓ ભણવાની સાથે ઉદ્યોગસહસિક બને તે માટે રાજ્યસરકારે SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી શરૂ કરી છે.આખા દેશમાં ગુજરાત આ SSIP પોલિસી નો અમલ કરનાર પ્રથમ રાજ્ય છે. ગુજરાતનો વિદ્યાર્થી જોબ સીકર નહીં પણ જોબ મેકર બને તેવી પહેલ ગુજરાતે કરી છે. કચ્છયુનિવર્સીટી પણ SSIP હેઠળ રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ સાથે જોડાઈ છે.એટલેકે, ભણ્યા બાદ જો કચ્છયુનિવર્સીટીનો વિદ્યાર્થી પોતાના ઇનોવેશનના ક્ષેત્રમા જો ધારેતો સરકારની મદદથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે.
આમા ભણવું કેમ ?
ન્યૂઝ4કચ્છ દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષકો, કોલેજ, યુનિવર્સિટી, પોલીટેક્નિક , એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રોફેસરો ની જગ્યાઓ ખાલી છે તેમ વિદ્યાર્થીઓ ભણે કેમ ? એ સવાલ પુછાયો તો શિક્ષણમંત્રી એ જવાબ આપ્યો કે આખા રાજ્યમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.RTE હેઠળ ખાનગી શાળાઓ માં ગરીબ વર્ગના બાળકો ને પ્રવેશ નથી અપાતો એનું શું ? શિક્ષણમંત્રી એ ખુલાસો કર્યો કે આ મેટર સુપ્રિમકોર્ટ માં છે.નામદાર કોર્ટ જે આદેશ આપશે તેનો અમલ કરીશું. જોકે ગુજરાત માં ખાનગી શાળાઓ દ્વારા વસુલતી વધુ ફી ના મુદ્દે પણ રાજ્યસરકાર બેકફૂટ ઉપર છે.
ચિંતા કરનારાઓ ગુમ
કચ્છયુનિવર્સીટી ની સેનેટ બેઠકમા થોકબંધ પ્રશ્નો રજૂ કરીને શિક્ષણની ચિંતા કરનારા એકપણ સેનેટમેમ્બરો શિક્ષણમંત્રી પાસે કચ્છના શિક્ષણના પ્રશ્નો રજૂ કરવા ફરકયા નહોતા.તો ભષ્ટ્રાચારની અનેક ફરીયાદો વચ્ચે લાંબા સમય પછી કચ્છ આવેલા શિક્ષણમંત્રીને તેની ફરીયાદ કરવા પણ કોઇ આગળ ન આવ્યુ