તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા SC-ST એક્ટમાં સુધારા સાથેનો ચુકાદો આપી આવા કેસોમાં ધરપકડ ન કરી આગોતરા જામીન આપવા સહિતના સુધારણા કરતા ચુકાદા સામે દલિત સમાજે તેનો વિરોધ્ધ નોંધાવી આ અંગે ફરે વિચારણામાટે SC-ST સમાજનુ પ્રતિનીધી કરતા સાંસદોએ ભારત સરકારસમક્ષ રજુઆતો પણ કરી હતી , સરકાર તેના પર વિચારણા કરવા સહિત ફેરફાર અંગે કાર્યવાહી કરવાની છે. તે વચ્ચે આજે સમગ્ર ભારતમાં બંધના એલાન સાથે દલિતો રસ્તા પર ઉતરી ગયા છે ત્યારે તેની અસર કચ્છમાં પણ જોવા મળી હતી.
કચ્છમાં ક્યાં ક્યાં જોવા મળી અસર?
કચ્છમાં “ભારત બંધ” અને વિરોધ્ધની સૌથી મોટી અસર ગાંધીધામમાં જોવા મળી હતી ગાંધીધામના બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે હજારો દલિત સમાજના લોકોએ એકઠા થઇ વિરોધ્ધ કર્યો હતો અને જયભીમના નારા સાથે રસ્તા પર ચક્કાજામ કર્યા હતા તો કંડલા હાઇવે સહિતના માર્ગો પર ચક્કાજામ કરતા ટ્રાફીક જામ પણ સર્જાયો હતો. ઉગ્ર સુત્રચાર સાથે વિરોધ્ધ કરતા ચુંસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ વિરોધ્ધને પગલે બઝારમાં મોટાભાગની દુકાનો પણ બંધ થઇ ગઇ હતી રસ્તા પર સુત્રોચાર સાથે બેસી દલિતોના વિરોધ્ધને પગલે કલાકો સુધી મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. ભુજમાં ડો બાબા સાહેબ આંબેડકરના પુતળા નજીક દલિત સમાજે એકઠા થઇ ચક્કાજામ કર્યો હતો. ત્યાર બાદ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. તો માધાપરમાં પણ દલિત સમાજે વિરોધ્ધ બાદ રેલી યોજી વિરોધ્ધ દર્શાવ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કચ્છમાં ચોક્કસ સ્થળો પર પોલિસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભુજમાં શાંતીપુર્ણ વિરોધ્ધ અને રજુઆત પછી અચાનક મામલો હિંસક બન્યો હતો. અને કેટલાક ઉત્સાહી યુવકોએ જ્યુબેલી સર્કલ પર સરકારી કારના કાંચ તોડવા સાથે વિરોધ્ધને હિંસક બનાવ્યો હતો. જો કે ત્યાં ઉપસ્થિત પોલિસે મામલો અટકાવતા પોલિસ સાથે પણ ઘર્ષણ સર્જાયુ હતુ જો કે હાલ પરિસ્થિતી શાંત છે. અને પોલિસે હિસંક વિરોધ્ધ કરનાર યુવકોની અટકાયત કરી છે. તો ગાંધીધામમાં પણ શાંતીપુર્ણ રીતે રસ્તા પર ચક્કાજામ પછી દલિત સમાજના લોકો અને મહિલાઓએ રસ્તા પર ટાયરો સળગાવી વિરોધ્ધ કર્યો હતો. તો ઉગ્ર બનેલા લોકોએ પોલિસને પણ ધક્કે ચડાવી હુમલો કર્યો હતો. જો કે પોલિસે મામલો થાડે પાડવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકોએ રસ્તા પર ચક્કજામ કર્યો હતો. આ વિરોધ્ધને પગલે જ્યુબેલી સર્કલ પર આવેલ તમામ વેપાર બંધ કરી દેવાયા હતા
એસ.ટી.સેવાને કોઇ અસર નહી
સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ થઇ રહેલા દલિતોના વિરોધ્ધને પગલે એસ.ટી.નો વાહન વ્યવહાર સમગ્ર ગુજરાતના કેટલાય વિસ્તારોમાં અટવાયો છે. ત્યારે કચ્છમાં તેની કોઇ અસર જોવા મળી નથી. એક માત્ર ગાંધીધામના ઓસ્લો સર્કલ પર દલિતોના વિરોધ્ધને પગલે અંજારથી જતી બસો ગળપાદર માર્ગેથી ડાયવર્ટ કરાઇ હતી. બાકી તમામ રૂટો ચાલુ હોવાનુ એસ.ટી નિયામકે જણાવ્યુ હતું