Home Current તો કચ્છમાં પાણી ની બુમરાણ સાથે ‘જળસંકટ-અધિકારીઓ પ્રભારીમંત્રી અને સરકાર ને પહેરાવે...

તો કચ્છમાં પાણી ની બુમરાણ સાથે ‘જળસંકટ-અધિકારીઓ પ્રભારીમંત્રી અને સરકાર ને પહેરાવે છે “ઊંધા ચશ્મા ” ? કોંગ્રેસ નો આક્ષેપ

1393
SHARE
(ન્યૂઝ4કચ્છ) અત્યારથી જ પાણીની વરતાઈ રહેલી તંગી વચ્ચે કચ્છમાં આવનારા સમયમા પાણી ની કટોકટી ને પહોંચી વળવા જિલ્લા પાણી પુરવઠા કચેરીના અધિકારીઓએ બનાવેલ માસ્ટર પ્લાન સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.કચ્છ કોંગ્રેસના મહામંત્રી રવિન્દ્ર ત્રવાડીએ પ્રભારીમંત્રી દિલીપ ઠાકોરને પત્ર લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, તેમને (પ્રભારીમંત્રી) અને સરકારને અધિકારીઓ “ઊંધાચશ્મા” પહેરાવી રહ્યા છે.પ્રભારીમંત્રીને પાણીપુરવઠા અધિકારીઓએ કચ્છ જિલ્લાની જરૂરિયા ના દર્શાવેલા આંકડામાં ભારે ઉલટફેર હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ૪૧૦ mld પાણી ની જરીયાત સામે નર્મદાનું પાણી માત્ર ૧૦૦ થી ૧૫૦ mld મળશે.તો,બાકીનું પાણી ભૂગર્ભ રિસોર્સ દ્વારા ૬૯ બોર કરીને મેળવવાની વાત કરાઇ છે, પરંતુ ભૂગર્ભમા પાણી છે ખરું ? વળી ડેમ માંથી પાણી મેળવવાની વાત કરાઇ છે,પરંતુ ખેતી માટે પાણી રહેશે ખરું? આ ઉપરાંત કચ્છ માં ૨૦ લાખ જેટલું પશુધન છે તેમના માટે પાણી નું આયોજન કરાયું છે ખરું?
જિલ્લા મથક ભુજ મદયે ૨૩ કરોડ ને ખર્ચે ઉભી કરાયેલ નવી પાણી યોજનાના ૨૨ બોર માંથી ૧ જ બોર ચાલુ હોવાનો દાખલો આપીને રવિન્દ્ર ત્રવાડીએ પાણી પુરવઠાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે.ભુજ માં ૪ થી ૫ દિવસે માંડ અડધો કલાક પાણી મળે છે. તો પછી નર્મદાનું રોજ આવતું પાણી ક્યાં જાય છે? પોતાના પત્રમા આ તમામ વિગતો લખ ને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ પાણીપુરવઠા કચેરીની આંકડાની માયાજાળની તપાસ કરવા પ્રભારીમંત્રી ને જણાવ્યું છે. જો કચ્છમા જળકટોકટી સર્જાશે તો કચ્છની પ્રજા ભાજપને બહારનો રસ્તો દેખાડી દેશે તેવી ચીમકી પણ આ પત્ર મા અપાઈ છે.