કચ્છી ભાષાને પ્રજ્વલિત રાખીને કચ્છી સાહિત્યમાં “તેજ” પૂરનારે વિદાય લેતા સાહિત્ય જગતમાં શોક ફેલાયો છે ગાંધીધામ ખાતે તેમના પુત્રને ત્યા રહેતા કચ્છના જાણીતા સાહિત્યકાર કવિ ‘તેજ’ એ ટુંકી બિમારી બાદ આપણી વચ્ચેથી વિદાય લીધી છે તેઓ 84 વર્ષના હતા નલિયામાં જન્મેલા તેજપાલ ધારશી નાગડા `તેજ’ ના નિધનથી કચ્છી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે 1966 થી કચ્છી સાહિત્યમાં પગરણ માંડનાર કવિ તેજની કલમે પક્ષી સૃષ્ટિ, પર્યાવરણ સહીતના વિષયોને આવરીને કચ્છી ભાષાને જીવંત બનાવીને 40 જેટલા કાવ્યસંગ્રહો અને પુસ્તકો લખ્યા હતા જેમાં પખિયન જ્યું પિરોલિયું,ટીટોડી ટહુકા કરે,વિલાપજી વાણી, જેવી અનેક રચનાઓ આજે પણ સાહિત્ય પ્રેમીઓ વાગોળે છે કચ્છી સાહિત્ય માટે સ્વર્ગસ્થ દુલેરાય કારાણી પછી કવિ તેજનો સિંહફાળો રહ્યો છે કેન્દ્રિય સાહિત્ય એકાદમી તરફથી ભાષા પુરસ્કાર સહિત અનેક સન્માન તેઓએ મેળવ્યા છે કવિ તેજના નિધનના સમાચારથી વ્યથિત પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ’, ગૌતમ જોષી સહિત કચ્છના સાહિત્યકારોએ અંજલિ આપી હતી અને કચ્છી સાહિત્ય જગતને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.
સદ્દગત તેજપાલ ધારશી નાગડા કવિ `તેજ’ની અંતિમ યાત્રા તા. 17-4ના સવારે 8 વાગ્યે ગાંધીધામ નિવાસસ્થાનેથી સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે નીકળશે,સંપર્ક વસ્તુપાલ નાગડા-99749 46098, રિષભ નાગડા-94262 62546, શ્રેણિક નાગડા-94267 31684.