દેશના અન્ય રાજ્યોની જેમ કોરોનાની સ્થિતી ગુજરાતમાં પણ દિવસે-દિવસે ખરાબ થતી જાય છે તે વચ્ચે જામનગરની સ્થિતીની સમિક્ષા પછી કચ્છ આવેલા મુખ્યમંત્રીએ ગુજરાતની સ્થિતી અને સરકારની કામગીરીની વિગતો મિડીયાને આપી હતી. સાથે કચ્છમા અધિકારીઓ અને પદ્દાધીકારીઓ સાથે કરેલી કલાકોની મહત્વની બેઠક બાદ સંવેદનશીલ જાહેરાતો કરી હતી. સાથે આડકતરી રીતે કચ્છમાં તંત્ર કોરોના મહામારી સામે ઉણુ ન ઉતર્યુ હોવાનો પણ આડકતરો સ્વીકાર કરી સ્થિતી સુધારવાની ખાતરી આપી હતી. આજે નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતની આરોગ્ય કમિટી સાથે કચ્છ આવેલા મુખ્યમંત્રીએ અંદાજતી એક કલાક સુધી બેઠક કરી કચ્છની સ્થિતીની સમિક્ષા કરી હતી અને ત્યાર બાદ કચ્છ માટે મહત્વની જાહેરાત કરી ગુજરાતની સાથે કચ્છમાં પણ લોકો સાવચેતી રાખે તેવી આભ ફાટ્યુ છે ત્યારે તમામ વસ્તુની અછત ઉભી થઇ છે. જે ઝડપથી દુર થાય તેવા સરકારના પ્રયાસો છે
કચ્છ માટે કરી આ મહત્વની જાહેરાત
કચ્છમા જ્યા કેસો ઓછા આવી રહ્યા છે. ત્યારે સમિક્ષા બેઠક પછી ટેસ્ટ વધારવા માટે મુખ્યમંત્રીએ સુચન કર્યા હતા. અને RTPCR ટેસ્ટ કચ્છમા વધારી કચ્છને નવુ મશીન રાજ્ય સરકાર આપશે તેવી જાહેરાત કરી હતી સાથે 24 કલાકમા રીપોર્ટ આવી જાય તેવી વ્યવસ્થા માટે સુચના આપી હતી. ધારાસભ્ય અને ચુંટાયેલા પ્રતિનીધીની ફરીયાદ પછી વેન્ટીલેટરની જરૂરીયાતની વાત ધ્યાને આવતા નવા 80 વેન્ટીલેટર રાજ્ય સરકાર આપશે અને 15 દિવસમા કચ્છને તે મળી જાય તેવી વ્યવસ્થા સરકાર કરશે કચ્છમાં નવા 2000 બેડ વધારવા સાથે ગ્રામ્યકક્ષાએ આરોગ્ય સુવિદ્યા વધુ મજબુત બને તેવા પ્રયાસો કરાશે KPT,અદાણી સહિત સામાજીક સંસ્થાને સાથે જોડી વધુ અને ઝડપી સુવિદ્યા ઉભી કરાશે જેથી લોકોને મુશ્કેલી ન પડે તમામ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક બોર્ડ ઉભા કરાશે જેથી દર્દીના સગાને યોગ્ય માહિતી મળી રહે મોરબીથી દર્દી કચ્છમા આવી રહ્યા છે. ત્યારે મોરબીમા આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્ચર વધારી મોરબીના દર્દીને ત્યાજ સારવાર મળી રહે જેથી કચ્છમાં અવ્યવસ્થા ન સર્જાય મુખ્યમંત્રીએ કચ્છમા સ્ટાફની ધટનો સ્વીકાર કર્યો હતો સાથે ડીમાન્ડ ઝડપથી પુર્ણ કરી સ્ટાફ વધારાની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યુ હતુ. મહામારી વધી રહી છે ત્યારે સરકારની સાથે લોકો પણ સહીયારા પ્રયાસો કરી નિયમોના કડક પાલન કરે અને પોલિસને જરૂરી સુચનો સાથે નિયમભંગ સામે કડક કાર્યવાહીની મુખ્યમંત્રીએ વાત કરી હતી. અને સાથે કચ્છની જનતાને અપિલ કરતા જણાવ્યુ હતુ. કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સ્વૈચ્છિક રીતે લોકો નિયમો પાડે જેથી મહામારી વધુ ફેલાય નહી
કચ્છમાં સ્થાનીક તંત્ર તરફથી યોગ્ય માહિતી અને સંકલનના અભાવ, સાચા આંકડાઓ જાહેર ન થતા હોવા સહિત કચ્છની અનેક મુશ્કેલ સંદર્ભે મિડીયાએ મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. જેનો જવાબ આપવાનુ મુખ્યમંત્રીએ ટાળ્યુ હતુ પરંતુ આડકતરી કચ્છના તંત્રની ઉણપનો સ્વીકાર કરી મુખ્યમંત્રીએ સ્થિતી સુધારવાની જાહેરાત કરી હતી. જો કે હવે જોવુ રહ્યુ મુખ્યમંત્રીના વચનોની અમલવારી કેટલી ઝડપી બને છે. જો કે મુખ્યમંત્રીની જાહેરાત મુજબનુ કામ થાય તો ચોક્કસ કચ્છની મુશ્કેલી ઓછી થશે