Home Current હા મને ગર્વ છે કે હું એક નર્સ છું વિશ્વ નર્સિંગ-ડે...

હા મને ગર્વ છે કે હું એક નર્સ છું વિશ્વ નર્સિંગ-ડે દિવસે કચ્છની એ વોરીયર્સ નર્સોને લાખો સલામ!

872
SHARE
હું એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ફિમેલ હેલ્થ વર્કર નર્સ છું. હા, મને ગર્વ છે કે હું એક નર્સ છું. શરૂઆતમાં રેપીડ અને પછી RTPCR એમ અને હવે રસીકરણ પણ.. એમ રાતદિવસ ખાવાપીવાની ચિંતા વગર લોકોની સેવા કરતા અમે પેરા મેડિકલ સ્ટાફ અમને ગર્વ છે કે અમે લોકોના જીવન બચાવવા પ્રયત્ન કરીએ છીએ” આ શબ્દો છે કચ્છ જિલ્લાના વડામથક ભુજ ખાતે સુખપર કોડકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને હાલ તાલુકા આરોગ્ય મથક ભુજમાં કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે આરોગ્ય સેવા આપતા ૨૩ વર્ષીય નર્સ ગીતાબેન છાંગાના!છેલ્લા ચાર વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા ગીતાબેન જણાવે છે કે, છેલ્લા વરસથી ભુજમાં અમે નર્સો ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી કોવીડ-૧૯ની કામગીરી સાથે આજ દિવસ સુધી નર્સ, ફાર્માસીસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ એવા અમે સૌ કોરોનાની પરીક્ષા આપી રહયા છીએ. કેમ કોરોના પરીક્ષા આપી રહયા છો ? આ પ્રશ્નના જવાબમાં તેઓ જણાવે છે, ” સામાન્ય દિવસો હોય, કરફર્યુ હોય કે લોકડાઉન ધોમધખતો તાપ હોય કે જરૂર પડે રાત હોય…. ફોન કોલ આવે એટલે અમે અમારા વાહન પર પણ સારવાર માટે પહોંચી જઇએ છીએ. જયાં જઇએ ત્યાં બધે બધા સરખા નથી મળતા. ઘણીવાર તો રડી જવાય પણ થાય કે શરીરથી કંટાળેલા અમારા પર જ ગુસ્સે થાય ને અને અમે તો નર્સ છીએ અને એમને નહીં સાંભળીએ તો તે જશે કયાં ? અને ફરી પાછું હકારાત્મક અને ઉર્જાવાન થઇ જવાય છે. કયારેક કોઇ એક જ પરિવારમાં જયારે કોવીડ-૧૯ની સારવાર કે તપાસમાં જઇએ ત્યારે હડધૂત પણ થવાય ને તે પરિવારમાંથી જ આંખો વડે વિનંતી જોવા મળે એટલે અપમાનનો ઘુંટડો પી જવાય છે તે વિનંતી કરનારની કરૂણા એમની આંખોથી જાણે અમારા થાકને, અપમાનને દુર કરી દે છે અને અમે અમારી કરવાની કામગીરી હસતા મોઢે કરવા લાગીએ છીએ.”થાક કે નિરાશા હાવી થાય ત્યારે શું કરો તમે ? આ પ્રશ્નના ઉત્તરમાં તેમના ઉપરી ડો.ખુશ્બુબેન ભાનુશાળી સાથે આંખ મિલાવીને બંને હસીને કહે છે, “બસ આ સમય જ સાચવવાનો છે. ઘણા લોકો ફોન પર સંપર્ક બાદ જઇએ ત્યારે અમારી સાથે કેટલાક ખારા અનુભવ પણ થાય છે પણ એવું કયારેક જ બને. મન ખરાબ થઇ જાય પણ હવે પરિસ્થિતિઓ બદલાઇ છે લોકોને મહામારી કોરોનાની વાસ્તવિકતા અને પરિણામ સમજાવવા લાગ્યા છે. અમનેય થાક લાગે પણ અમે કોરોના વોરિયર્સ છીએ. રજા પાડયા વગર દસેક કલાક કામ કરવામાં જતા હોય છે. અમે ઘેર પહોંચીએ એટલે પહેલા નાહી ધોઇને કપડાં સૂકવીને જ જમવાનું હવે તો અમારો ક્રમ બની ગયો છે. શરૂમાં મજા ન હોતી લાગતી હવે તો આદત બની ગઇ છે.તમે માનશો થાક અને કંટાળા વચ્ચે જયારે ઘણીવાર આર્શીવાદ-સ્મિત મળે છે ત્યારે જાત માટે ખુબજ માન અને પ્રેમ ઉપજે છે. અમારે આવા કપરાં સમયમાં આનાથી વધુ મોટું બોનસ શું હોય અને એટલે જ મને ગર્વ છે કે હું એક નર્સ છું
અદાણી સંચાલીત જી.કેમાં નર્સીગ સ્ટાફને બીરાદાવાઇ
મેડિકલ કોલેજના તબીબો, પ્રોફેસર્સ, અને વહીવટીતંત્ર દ્વારા આ હોસ્પિટલમાં કાર્યરત ૧૮૦ નર્સિસ અને બ્રધર્સ જેઓ વારાફરતી હોસ્પિટલ અને કોરોના વોર્ડમાં અત્યારે પારિવારિક ભાવનાથી અને ઘરના નિકટના સગાની માફક સેવા બજાવે છે. આ સેવાભાવનાને બિરદાવવામાં આવી હતી જી.કે. જનરલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિ. બેટી થોમસે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી પરિચારિકાઓ દર્દીઓને સાજા૧૨મી મે એટ્લે આંતરરાષ્ટ્રીય નર્સિંગ-ડે. સમગ્ર વિશ્વએ આ દિવસ ઉજવ્યો ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલના કરવા દિવસરાત એક કરે છે. આજે તેઓ દર્દીઓ અને પરિવારો માટે આશાના કિરણ સમાન છે. નરસોને પોતાનો પરિવાર છે. છ્તા કોઈ જાતની પરવાહ કર્યા વિના સેવા કરે છે. આપના દેશમાં નર્સોને સિસ્ટર અને પુરુષ નર્સને બ્રધર્સ કહેવાય છે. તેઓ ખરા અર્થમાં ભાઈબહેન બનીને સેવા આપે છે. તેમણે કહ્યું કે, જી.કે.માં સારવાર દરમિયાન ૩૦ જેટલી સિસ્ટર્સ પોહિટિવ થઈ, કેટલીક બહનોના દીકરા-દીકરી, માં-બાપ પણ કોરોના સંકર્મિત થયા અને જેવા કોરોનામાથી મુક્ત થયા તેવા જ તેઓ સારવારમાં પરોવાઈ જઇ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તબીબો જેટલું જ નહી પણ એથી ય વિશેષ તેમનું મહત્વ છે. આજે જો નર્સો ન હોય તો તેની કલ્પના પણ પણ શક્ય નથી. ત્યારે દર્દીની સંભાળ, તેમના ખાવા-પીવાનું ધ્યાન, ડોક્ટર્સની સૂચના પ્રમાણે નિયમિત દવાઓ આપવી. ઓક્સિજન લેવલ ઉપર નીચે થતું હોય તેનું ધ્યાન રાખવું. ક્રીટીકલ થાય તો તુરંત જ ફરજ પરના તબીબને બોલાવી સારવાર આપવી આવા તો અનેક કામો એકલા હાથે સિસ્ટર કરે છે. સાચા અર્થમાં નર્સિસ કોરોનાના દર્દીઓ માટે નિકટના પરિજન છે. એમ, જી.કે.માં સારવાર આપતા તમામ તબીબોએ જણાવ્યુ હતું. નર્સ માટે ફ્લોરિન્સ નાઇટેંગલ આદર્શ છે. ૧૨મી મેના રોજ તેમનો જન્મ થયો હતો. જેને વિશ્વ નર્સિસ-ડે તરીકે ઉજવાય છે. ઇ.સ. ૧૯૭૪થી આ દિવસ મનાવવાની જાહેરાત થઈ.