Home Current હાશ! કચ્છમાં કોઇકને તો લાગ્યુ ખાતરમાં વધારો અસહ્ય છે અબડાસાના ધારાસભ્ય એ...

હાશ! કચ્છમાં કોઇકને તો લાગ્યુ ખાતરમાં વધારો અસહ્ય છે અબડાસાના ધારાસભ્ય એ લખ્યો પત્ર

818
SHARE
સ્થાનીક સ્વરાજની ચુંટણી પહેલાથી ગુજરાતમાં ખેડુતો રાસાયણીક ખાતરમા થયેલા ભાવ વધારા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જો કે પરિસ્થિતીને અનુરૂપ સરકારે આવો નિર્ણય નથી કર્યો તેવુ નિવેદન તો આપ્યુ પરંતુ હવે કોરોના મહામારી વચ્ચે સરકારે નવા રાસાયણીક ખાતરનો ભાવ વધારો અમલી કર્યો છે ત્યારે ફરી ગુજરાતના ખેડુતોએ વિરોધ નોંધાવ્યો છે જેમાં કચ્છના ખેડુતો પણ સમર્થન આપ્યુ છે. કચ્છમાં ખાતર વધારા પછી ખેડુતોએ કૃષીમંત્રીને પત્ર લખવા સાથે કચ્છના સ્થાનીક ચુંટાયેલા નેતાઓના ફોનનંબર સાથેના મેસેજો ફરતા કરી વિરોધનુ પણ નક્કી કર્યુ હતુ. જો કે તે વચ્ચે કચ્છના એક ચુંટાયેલા પ્રતિનીધીનો આત્મ જાગ્યો છે. અને કૃષીમંત્રી-તથા મુખ્યમંત્રીને પત્ર લખી ખાતર ભાવવધાના નિર્ણયની ફેરવિચારણા માટેનુ સુચન કર્યુ છે. જો કે મહત્વની વાત એ રહી હતી કે સામાન્ય મુલાકાત અને રજુઆતની માહિતી મિડીયાને આપતા ધારાસભ્ય પદ્યુમનસિંહે 3 તારીખે લખેલ પત્ર આજે ફરતો-ફરતો બજારમા આવ્યો હતો.જો કે રાપરના વર્તમાન કોગ્રેસી ધારાસભ્ય અને ભાજપના પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ પણ આ અંગે પત્ર લખી રજુઆત કરી છે.
વાહ બાપુ તમે હિંમત દેખાડી
તાજેતરમાંજ કચ્છના એક ચુંટાયેલા પ્રતિનીધી એવા જીલ્લા પંચાયત પ્રમુખનો એક ઓડીયો વાયરલ થયો હતો જેમાં તેઓએ સ્વીકાર્યુ હતુ કે તેઓ ખુલ્લીને વિરોધ નહી કરી શકે પરંતુ રજુઆત કરશે જેણે દર્શાવ્યુ હતુ કે કચ્છના નેતાઓની ગાંધીનગરમાં કેટલી ચાલે છે. જો કે અબડાસાના ધારાસભ્યએ તે વચ્ચે ગુપચુપ લખેલો પત્ર અંતે વાયરલ થયો છે અને તે પછી તેઓએ મિડીયાને ખુલ્લીને પોતાના પ્રતિભાવ આપી પોતે એક ખેડુત હોવાના નાતે પણ જાણે છે. ખેતી માટે ખાતર જરૂરી છે અને તેમાં ભાવવધારા અંગે સરકારે ફેરવિચારણા કરવી જોઇએ આર.સી.ફળદુ,પુરૂષોત્તમ રૂપાલા તથા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જો કે તે સિવાય કચ્છના કોઇ જનપ્રતિનીધી ધારાસભ્ય-સાંસદે કચ્છના ખેડુતોની ચિંતા કરી પત્ર લખ્યો હોય તેવુ ધ્યાને આવ્યુ નથી. હા રાપરના કેટલાક પંચાયતી સદસ્યએ આ અંગે રજુઆત કરી છે જેને લઇને ખેડુતોમાં રોષ તો છે જ પરંતુ પરંતુ ખેડુતોની માંગણી ઉપર સુધી ન પહોચાડી જન પ્રતિનીધીઓ પોતાની ફરજ પણ ચુકી રહ્યા છે. જો કે ભાજપ તો ઠીક છે પરંતુ કચ્છ કોગ્રેસ પણ વિપક્ષ તરીકે આ બાબતે મૌન છે

કોરોના મહામારી અને કુદરતી થપાટો વચ્ચે કચ્છના ખેડુતો મુશ્કેલી વચ્ચે ખેતી કરી રહ્યા છે. તેવામાં વધેલા ભાવવધારાથી ખેડુતો ફરી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જુના ભાવે ખાતર મેળવવા માટે લાઇનો લાગી છે. તેવામાં નેતાઓના આવા પત્ર ખેડુતોના દર્દમાં રાહત આપનારા છે. અબડાસાના ધારાસભ્યએ તે હિંમત કરી હા એમનો લખેલો પત્ર મોડો જાહેર થયો કચ્છના અન્ય ચુંટાયેલા જનપ્રતિનીધીની સરકારમાં માંગણી ગ્રાહ્ય ન રહે તે સમજી સકાય તેવી વાત છે. પરંતુ તમે બહોળા વર્ગને સ્પર્ષતા પ્રશ્ર્નની જાહેરમાં રજુઆત કરતા પણ ચુકો તે તમારા પદ્દને શોભતુ નથી