માંડવી તાલુકા બિદડા ગામમાં આવેલા ઓઢણ ડેમમાંથી માટી ચોરીના આક્ષેપ સાથેની અરજી ભુજ ખાણખનીજ વિભાગ અને છેક ગાંધીનગર સુધી કરાઇ છે. અમીત સામતભાઇ સંઘાર દ્વારા આ ફરીયાદ કરાઇ છે જેમાં ડેમમાંથી માટી કાઢી પ્રાઇવેટ જગ્યા પર માટી નખાતી હોવાનો આક્ષેપ છે. તેમણે ગામના સરપંચ સુરેશ સંઘારર તથા તેમના કેટલાક સાગરીતો દ્રાદ્વારા આ ગેરકાયદે પ્રવૃતિ કરાઇ રહી છે એવું લેખિતમાં જણાવીને આ માટી માનવમંદિર સામે ખુલ્લા પ્લોટમાં નંખાઇ રહી હોવાનું જણાવ્યું છે . જેથી તેની યોગ્ય તપાસ કરવામાં આવે ખાણખનીજ વિભાગના ઠરાવ ક્રમાકના ઉલ્લેખ સાથે અરજીમાં સરકારના જળસંચય અભીયાન હેઠળ માટીનું ખોદાણ ખેડુતની જમીન સુધારણા માટે તથા તળાવો ઉંડા થાય તે ઉદ્દેશથી કરવામાં આવે છે અને તેની રોયલ્ટી તે શરતોને આધીન આપવામા આવે છે. પરંતુ સરકારી ઉપયોગમાં લેવા સિવાય રોયલ્ટી ભર્યા વગર કહેવાતા આગેવાન અને તેના સાગરીતો માટીનુ ખોદકામ કરી રોયલ્ટી ભર્યા વગર તેનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. જો કે સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફરીયાદના આધારે ખાણખનીજ વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરાઇ છે. જો કે સત્તાવાર આ અંગે ખાણખનીજ વિભાગ તરફથી કોઇ માહિતી જાહેર કરાઇ નથી. ત્યારે જોવુ રહ્યુ આ કિસ્સામા શુ અસરકારક અને યોગ્ય કાર્યવાહી થાય છે કે નહીં ?. કચ્છમા સુઝલામ સુફલામ યોજના હેઠળ હાલ અનેક વિસ્તારોમાં આવા જળસંચયના કામો શરૂ કરવામાં આવશે ત્યારે જવાબદાર તંત્ર તેનો સદ્દઉપોયગ થાય તેના પર નજર રાખી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.