કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છના વાગડ પંથકમાં વરસાદ પડ્યો હતો.. બપોર બાદ રાપરના ગ્રામ્ય વિસ્તારમમા વાતાવરણ પલ્ટાયુ હતુ અને ખેંગારપર,રામવાવ,કુડાજામપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઇને વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા ખેડુતોએ વધાવ્યો હતો.તો બીજી તરફ અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકેએ વરસાદથી ઠંડક અનુભવી હતી તો બીજી તરફ ભચાઉના કંથકોટ વાડી વિસ્તારમાં વિજળી મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થઇ હતી. અને 18 બકરીઓના મોત થયા હતા. તો વાગડ ઉપરાંત ભુજ અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણ પલ્ટાયુ હતુ પરંતુ વરસાદ વર્ષયો ન હતો જો કે રાપર વિસ્તારમાં ખેડુતોએ ખેડાણ કર્યા બાદ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી ફેલાઇ હતી. કચ્છમાં અષાઢી બીજના વરસાદના શ્રી ગણેશ થતા હોય છે પરંતુ પાછલા વર્ષોથી વહેલો વરસાદ વર્ષી રહ્યો છે. કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં ભુ.નખત્રાણા,ગાંધીધામ,અંજાર સહિતના તાલુકા મથકોએ સંચરાચર વરસાદ વર્ષયો હતો.