ધણા લાંબા સમયથી કચ્છમાં નર્મદાની આડમાં પોતાનો રાજકીય હેતુ સાધવાનો પત્રવોર ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે.જ્યારે સત્તામાં હતા ત્યારે સંકોચ અનુભવતા કચ્છ ભાજપના પુર્વ નેતાઓ હવે સીધો નર્મદા મુદ્દે સરકાર પર કચ્છના હિતની વાત આગળ ધરી પ્રહારના પ્રયાસ કરી રહ્યા છે. જેના મુળમાં તો કચ્છ ભાજપની આંતરીક લડાઇ જ છે. પરંતુ નર્મદા મુદ્દે વર્તમાન સરકાર અને સંગઠનને આડેહાથ લઇ રહ્યા છે. કચ્છના પુર્વ મંત્રી તારાચંદ છેડાએ આ મુદ્દે પાછલા થોડા મહિનામાં અનેક પત્રો લખ્યા જેનુ પરિણામ માત્ર ચર્ચા સિવાય કાઇ આવ્યુ નથી ત્યા હવે કચ્છના પુર્વ સાંસદનુ પત્રરૂપી દર્દ છલકાયુ છે. કચ્છના પીઢ નેતામાં જેની ગણના થાય છે. તેવા પુર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ આ પત્ર જીલ્લા ભાજપ પ્રમુખને લખ્યો છે. જેમાં નર્મદાના પાણી મુદ્દે કચ્છને થઇ રહેલા અન્યાયની વાત કરી છે. પરંતુ તેમાં સરકારને બદલે પ્રદેશ સંગઠનના પ્રમુખને રીમાર્ક સાથે મોકલવાની વાત પત્રમાં કરતા પુર્વ અનુભવી સાંસદનો ઉદ્દેશ સ્પષ્ટ છલકાઇ આવે છે.
શુ કહ્યુ પુષ્પદાન ગઢવીએ
તારાચંદ છેડાએ જે રીતે કચ્છને નર્મદાના વધારાના એક મીલીયન ફીટ પાણી મુદ્દે પત્રો લખ્યા છે તે રીતે કચ્છના પુર્વ સાંસદે પણ પત્ર લખ્યો છે. અને તે પણ થોડા દિવસ પહેલાજ જ્યારે તેમની કચ્છ ભાજપની કોરોબારીમાં વિશેષ સ્થાન મળ્યાના થોડા દિવસો બાદ પુષ્પદાન ગઢવીએ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કચ્છને નર્મદાનુ પાણી ન મળવાથી કચ્છી પ્રજા અને પોતે દુખી હોવાનુ જણાવ્યુ છે. સાથે તેઓએ અગણીત વખત આશ્ર્વાસન મળવા છંતા કચ્છનો પ્રશ્ર્ન ન ઉકેલાતા પ્રદેશ ભાજપ પ્રમુખને આ પત્ર મોકલી આપવા વિનંતી કરી છે સાથે તેઓએ સુચન કર્યુ છે. કે કચ્છ જીલ્લા ભાજપના આગેવાનો પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમા આ અંગે રજુઆત કરે અને પ્રદેશ પ્રમુખ તે માટે ઝડપથી આયોજન કરી કચ્છ ભાજપને જાણ કરે કચ્છના આ પ્રાણ પ્રશ્ર્ન છે. અને આ વિશષ પર વધુ ચર્ચા ન કરવા સાથે તેઓએ ગર્ભીત ચિમકી પણ ઉચ્ચારી છે કે નર્મદાનો પ્રશ્ર્ન નહી ઉકેલાય તો કચ્છી પ્રજાના રાષનુ ભોગ પાર્ટીને બનવુ પડશે
કચ્છના પુર્વ સાસંદ તરીકે પુષ્પદાન ગઢવીએ કરેલી રજુઆત ખરેકર આવકાર દાયક છે. પરંતુ સરકાર અને ખુદ વડાપ્રધાન સાથે પુષ્પદાન અંગત ધરોબો ધરાવે છે તેવામાં સરકાર કે વડાપ્રધાનને પત્ર લખવાને બદલે તેમના કદ મુજબ કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખને લખેલો પત્ર નર્મદાની આડમાં ક્યાક રાજકીય જુથ્થબધીમાં તમે પણ હવે ટાપસી પુરાવતા હોય તેવો ભાસ કરાવી રહ્યો છે. આશા રાખીએ કે જીલ્લા અને પ્રદેશ ભાજપ પ્રમુખ પર જેટલો વિશ્ર્વાસ તમે રાખ્યો તેવાજ વિશ્ર્વાસ સાથે વડાપ્રધાન અને સરકારને પણ રજુઆત કરશો તો કચ્છના હિતમાં ચોક્કસ કાઇક આશારૂપ થશે