Home Current જાણો..સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કેમ કરાય...

જાણો..સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કેમ કરાય છે.?

147
SHARE
પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવ વિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્વતીય ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવી એ આ વર્ષના આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ 1992માં બનાવવામાં આવ્યો હતો. જેને એજન્ડા 13ના પ્રકરણ 21 મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યું હતું. પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2002ને યુનાઈટેડ નેશન્સ વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું. અને 11 ડિસેમ્બર 2003થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ 11 ડીસેમ્બર,2003 ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ વુમન મુવ માઉન્ટન- થીમ સાથે ઉજવાશે.જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાની અને તેથી સામાજિક ન્યાય, આજીવિકા અને સ્થિતિસ્થાપકતાને સુધારવામાં યોગદાન આપવા હેતુથી ઉજવાશે. પર્વતોના પર્યાવરણીય સંરક્ષણ, સામાજિક અને આથક વિકાસમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. મહિલાઓ પર્વતીય સંસાધનોના પ્રાથમિક સંચાલકો, જૈવવિવિધતાના રક્ષક, પરંપરાગત જ્ઞાાનના રક્ષક, સ્થાનિક સંસ્કૃતિના રક્ષકો અને પરંપરાગત દવાઓના નિષ્ણાતો હોવાથી પર્વતીય કૃષિ અને ગ્રામીણ વિકાસમાં રોકાણની તકો વધારવા માટે મહત્વનું યોગદાન આપી શકે છે. ી પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે પર્વતીય અર્થતંત્રોના વિકાસમાં પણ સક્રિય બની ફાળો આપી શકે છે.આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે. લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ભારતમાં તો આદિકાળથી પર્વતોનું મહત્ત્વને સમજીને પર્વતો સાથે આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે.ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાશ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્ંજ્ય, ઓસમ સહિતના નાના મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે સંનિ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકો જાગૃત થાય તે માટે ગુજરાતમાં આવેલા આ પર્વતો ઉપર જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ- અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. બાળકો એ ભાવિ પેઢી છે, તેમના ભવિષ્ય વિશે તેઓ વિચારતા થાય, પ્રકૃતિ પ્રેમી બને તે માટે ટ્રેકિંગ કેમ્પ પણ યોજવામાં આવે છે. પર્વતોએ કુદરતી ઝવેરાતનો ખજાનો છે તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે.પચ્છમાઇ પીર પર્વ માળામા
કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે
.
પચ્છમાઇ પીર પર્વ માળામા કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતેકચ્છમાં સૌથી જૂનું છે જે ૧૯૦ મિલિયન વર્ષો ની વયના છે. કચ્છના ઉતર ભાગમાં આવેલ કચ્છના મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફુટ કાળો ડુંગર દતાત્રેય ભગવાનનું સ્થાન છે. દત શિખર તરીકે ઓળખાતી ટોચ પર વિશાળ સપાટ જગ્યામાં મંદિર છે. કચ્છની ડુંગરની ત્રણ ધાર પર માંહેલી ઉતર ધાર પર કાળો ડુંગર સ્થિત છે. મૂળ અરવલ્લી કુળનું આ પર્વત જુરાસીક પીરીયડનું છે એટલે કે સાડા છ કરોડ વર્ષ પ્રાચીન છે અને એટલા જ માટે તેની ટોચ ઉપરના પથ્થરો વચ્ચે લાકડાના તથા દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. કહેવાતો આ કાળો પરંતુ ઉપર જતા જ લાગે આ કાળો નથી. આ સ્થાન ઉંચો હોવાથી ભારત-પાક બોર્ડર પ્રવાસી દુરથી જોઈ શકે છે. સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે. વળી, આકાશ દર્શન માણવા જેવો છે. અહિં, ગુરૃ દતાત્રેયના મંદિરે સવાર સાંજ આરતી બાદ જંગલના શિયાળોને લોંગ લોંગ કહીને પુજારી બોલાવે છે અને દુર ઓટલા પર પ્રસાદી ધરવામાં આવે છે જયાં જંગલમાંથી આવીને શિયાળો પ્રસાદ આરોગી જાય છે. આ લોંગ (શિયાળ)ને ગુરૃ દતાત્રેયનું સ્વરૂપ માનીને યાત્રીઓ,મુલાકાતીઓ,પ્રવાસીઓ ખાસ એકઠા થાય છે. કચ્છ સ્વતંત્ર રાજ હોવાના સમયે કચ્છ લોકોનો વ્યવહાર  સિંધ સાથે હતો ત્યારે કચ્છ-સિંધ વચ્ચે આવ જાવ કરતા લોકો કાળો ડુંગર પર દતાત્રેયની આજ્ઞાા લઈ પ્રસાદ ધરાવીને જતા અને પાછા વળતા ત્યારે અહીં પેડી ચડાવતા હતા.