ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ISR દ્વારા કચ્છ જિલ્લાના પેટાળમાં રહેલા પાણીના પ્રવાહ અને ભૂગર્ભમાં રહેલા જળસ્રોત અને સપાટીના સંશોધન માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જેમાં પાણીની ઇમેજને સેટેલાઇટથી એકત્રિત કરાશે સાથે સાથે અન્ય સંશોધનમાં રાજ્યમાં સૌથી વધુ સક્રિય જણાતી કચ્છની ફોલ્ટ લાઈનોનું થ્રિડી મેપિંગ કરાશે કચ્છમાં 12 જેટલા નાના મોટા ફોલ્ટ સક્રિય છે ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં વારંવાર આવતા આંચકાઓ અને થતા ફેરફારોને સમજવા દેશમાં આ સૌ પ્રથમ કવાયત હાથ ધરાઈ છે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભૂસ્તર શાસ્ત્રીઓ અને ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સહિતના નિષ્ણાતો આ સંશોધનમાં કામ કરી રહ્યા છે 2001ના આવેલા ભૂકંપ બાદ થઈ રહેલી ભૂસ્તરીય હિલચાલ પર સતત મોનીટરીંગ થઈ રહ્યું છે અને અદ્યતન ટેક્નોલોજીની મદદથી હજુ પણ સંશોધન કાર્ય ચાલુ છે ખાસ કરીને વાગડ અને ગેડી ફોલ્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું હોવાનું જણાવતા ISR ના તજજ્ઞો આ પ્રોજેક્ટ પર આગળ વધી રહ્યા છે. ISRના ડાયરેક્ટર જનરલ ડૉ.એમ.રવિકુમારના જણાવ્યા મુજબ કચ્છ મેઈનલેન્ડ ફૉલ્ટલાઈનથી 3-D મેપીંગનો પ્રારંભ કરાશે. 140 કિલોમીટર લાંબી અને 30 કિલોમીટર પહોળી આ ફૉલ્ટલાઈન કચ્છની સૌથી મોટી ફૉલ્ટલાઈન છે. આ માટે 50 નવા બ્રોડબેન્ડ સિસ્મોગ્રાફ મશીનનું નેટવર્ક ઉભું કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.