Home Current હોસ્પિટલમાં બેદરકારીથી બાળકોના મોત મામલે અદાણીને ક્લીનચીટ જાહેરાત સરકારે નહી અદાણીએ કરી 

હોસ્પિટલમાં બેદરકારીથી બાળકોના મોત મામલે અદાણીને ક્લીનચીટ જાહેરાત સરકારે નહી અદાણીએ કરી 

1244
SHARE
ભુજની અદાણી સંચાલીત જી.કે.જનરલ હોસ્પિટલમાં ઉપરાઉપરી 26 બાળકોના મોત અને ચાલુ વર્ષે થયેલા 111 બાળકોના મોતને લઇને થોડા દિવસથી કચ્છ સહિત રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય હતો જો કે સરકારે તપાસ ટીમ રચી અને તે તપાસ કરવા પણ આવી પરંતુ કોગ્રેસે ત્યારેજ યોગ્ય તપાસ નહી થાય તેવો આક્ષેપ કર્યો હતો અને સાથે તપાસ રીપોર્ટ જાહેર કરવાનુ સુચન પણ સરકારને કર્યુ હતુ. જો કે તે વચ્ચે આજે અદાણી સંચાલકોએ એક સત્તાવાર પ્રેસનોટ પ્રસિધ્ધ કરી હતી. અને તેમને સરકાર દ્વારા રચાયેલી તપાસ કમીટીએ ક્લીનચીટ આપી હોવાનો દાવો કરાયો હતો. જો કે મહત્વની વાત એ રહી હતી કે તપાસ ટીમે તૈયાર કરેલ રીપોર્ટ ગુપ્ત રાખી સરકારને સુપ્રત કરાયો હતો અને સરકાર તરફથી અત્યાર સુધી આ મામલે કોઇ સત્તાવાર યાદી બહાર પડાઇ નથી. પરંતુ અદાણીએ આજે સત્તાવાર રીતે યાદી પ્રસિધ્ધ કરી તેમને ક્લીનચીટ મળી હોવાનુ જણાવ્યુ હતુ. જે અનેક સવાલો ઉભા કરે છે. કેમકે સ્થાનીકથી લઇ રાષ્ટ્રીયકક્ષા સુધી આ મામલો ગાજ્યો હતો અને રીપોર્ટની સરકાર તરફથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ આશ્ર્ચર્ય વચ્ચે અદાણીએ આજે તેની જાહેરાત કરી હતી.

બેદરકારીથી મોત મામલે ક્લીનચીટ પરંતુ આ ખામીઓ સુધારવા કરાયુ સુચન 

21 તારીખે પ્રકાશમા આવેલો બાળકોના મોતનો બે દિવસ ગાજ્યા બાદ જીલ્લા કલેકટર અને સરકારે પણ આ મામલાને ગંભીર લીધો હતો. અને તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ડો.હિમાંશુ જોષીની આગેવાની 3 નિષ્ણાંત ડોક્ટરોની પેનલ તપાસ અર્થે 26 તારીખે ભુજ આવી હતી. અને ત્યાર બાદ તેનો એક તપાસ અહેવાલ તૈયાર કરી સરકારને સુપ્રત કર્યો હતો. આજે અદાણીએ ક્લીનચીટની જાહેરાત સાથે પસિધ્ધ કરેલી યાદીમાં એ પણ સ્વીકાર કર્યો હતો. કે બેદરકારીથી બાળકોનો મોત ભલે નથી થયા પરંતુ NICU વિભાગના સ્ટાફને વધુ યોગ્ય તાલિમની જરૂર છે. તો મેડીકલ ઓફીસર સહિત સ્ટાફની ધટ છે. જે તાત્કાલીક ભરતી કરવા પણ અદાણીએ ખાતરી આપી છે. જો કે અદાણીને ક્લીનચીટ મળતા GAIMS ના ડાયરેક્ટર જ્ઞાનેશ્ર્વર રાવે ખુશી વ્યક્ત કરી જરૂરી સુચનનો આધારે સુધારાની ખાતરી આપી હતી.

ક્લીનચીટ વચ્ચે સવાલો અનેક

26 બાળકોના મોતની ઘટનામાં ભલે સંવેદના ભુલીની આ મામલાને આંકડાઓની માયાજાળમાં તોલવાના પ્રયત્ન થયા અને હવે તો ક્લીનચીટ પણ મળી ગઇ પરંતુ સાથે સવાલો પણ અનેક ઉભા થયા
શુ ખરેખર તપાસ યોગ્ય થઇ છે. કેમકે આવા મામલાઓમાં સામાન્ય રીતે તબીબી વિજ્ઞાનના આધારને ભલે ધ્યાને રખાતુ હોય પરંતુ સાથે જે બાળકો મૃત્યુ પામ્યા હતા. તેમના વાલીઓએ પણ તપાસ ટીમને મળવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ તેમને સાંભળ્યા વગરજ તપાસ ટીમે અહેવાલ તૈયાર કરી નાંખ્યો જે મામલે કોગ્રેસે પણ આક્ષેપો સાથે આ મુદ્દાને રજુઆત રૂપે સરકાર સુધી પહોચાડ્યો હતો
પ્રેદશ ભાજપના નેતાઓએ પણ આ મામલાને ગંભીરતાથી લઇ આ મામલે નિવેદન આપી સરકાર આ મામલે ગંભીર છે તેવા નિવેદનો આપી યોગ્ય તપાસની ખાતરી આપી હતી. તો શા માટે સરકારે યોગ્ય તપાસનો રીપોર્ટ પોતે જાહેર કરવાનુ યોગ્ય ન સમજ્યુ
111 બાળકોના મોતનો મામલો હતો પરંતુ માત્ર 26 બાળકોના મોતની તપાસ માટે ટીમ આવી પરંતુ માત્ર અદાણીએ દર્શાવેલા કાગળો અને વિભાગોનેજ તપાસ્યા ચોક્કસ સિવલ સર્જન આ તપાસ દરમ્યાન સાથે હતા પરંતુ અદાણીએ રચેલી સલાહકાર સમિતી તેના અધ્યક્ષ કે પછી અન્ય ભોગ બનનાર લોકોને તપાસ ટીમ કેમ મળી નહી ?
આખા મામલે સવાલો અનેક છે. પરંતુ તે વચ્ચે જવાબ માત્ર ક્લીનચીટ છે. અહી વાત અદાણીના વિરોધની નથી. પરંતુ જો સુવિદ્યામાં ક્યાક ખામી છે. તો ક્લીનચીટ કઇ રીતે તે સવાલ ચોક્કસ થાય પરંતુ હવે આશા છે. કે જે રીતે અદાણી મેનેજમેન્ટે પણ સુવિદ્યા વધારવાના કોલ આપ્યા છે. તે પુરા કરે અને વધુ કોઇ બાળક મૃત્યુ ન પામે તેની વિશેષ કાળજી લે નહી તો નિર્દોષ બાળકો મૃત્યુને ભેટતા રહેશે તેના મામલે વિવાદ અને વિરોધ થયા કરશે તો અપેક્ષા એ પણ છે. કે સારી સુવિદ્યા માટે રચાયેલી સલાહકાર સમિતી પણ તેમની જવાબદારી સાથે આવા મામલાઓમાં દરમ્યાનગીરી કરે અંતમાં બાળકોના મોત મામલે નિર્દોષ ઠરેલા સંપુર્ણ અદાણી મેનેજમેન્ટને અભિનંદન