પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સમાન ભચાઉ શહેર ને નડતી મુખ્ય સમસ્યા સંદર્ભે નગરપતિ એ રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે. રાજ્ય ના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ ને ઉદેશી ને નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ પત્ર લખ્યો છે, જે પત્ર મા તેમણે જણાવ્યું છે કે, ભૂકંપ પછી ભચાઉ શહેરનો વિકાસ થયો છે. ભચાઉ ના અનેક નવા નવા વિસ્તારો મા હજારો લોકો રહે છે. આવા કુલ ૩૩ જેટલા રહેણાંક વિસ્તારો માં રહેતા હજારો પરિવારોના મકાન ના રેવન્યુ રેકર્ડ નથી. સરળ ભાષામાં કહીએ તો સીટી સર્વે માં આ મકાનો ની નોંધ નથી, એટલે મહેસુલી દફતરે નોંધ ન હોઈ આ મકાનો ના પ્રોપર્ટી કાર્ડ, માલિકી હક્કને લગતા આધારો નથી. જોકે, આ તમામ મકાનો કાયદેસર છે અને આ મકાનો ના ભચાઉ નગરપાલિકાના તમામ વેરાઓ ભરાય છે. વીજ કનેકશન પણ છે. પરંતુ ભચાઉ શહેરની સીટી સર્વે ની હદ માત્ર જુના ગામતળ પૂરતી જ છે, જેને પરિણામે ભચાઉના ૩૩ જેટલા આ રહેણાંક વિસ્તારો ની નોંધ સીટી સર્વે રેકર્ડ ઉપર ચડી જ નથી. નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ આ મુદ્દે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલને પત્ર દ્વારા આ ભચાઉ શહેર ની સીટી સર્વે ની હદ વધારીને રેવન્યુ રેકોર્ડ સંદર્ભે લોકોને પડતી મુશ્કેલી ને હલ કરવા વિનંતી કરી છે અને સીટી સર્વે રેકર્ડ માં આ તમામ મિલ્કતધારકો ના જમીન તેમ જ મકાન ની નોંધ થાય તેવી કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરી છે. આ સાથે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ભચાઉ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમ જ મુંદરા માંડવીના ધારાસભ્ય તેમ જ ભચાઉના જ રહેવાસી વિરેન્દ્રસિંહ જાડેજાને પણ આ ભચાઉ શહેરની સીટી સર્વેની હદ વધારવા સંદર્ભે રજુઆત કરાઈ છે.
ભચાઉ ના આ ૩૩ વિસ્તારો નો રેવન્યુ રેકોર્ડ જ નથી..
નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ લખેલા પત્ર મા ભચાઉ ના જે વિસ્તારોના રેવન્યુ રેકર્ડ નથી, તેમની મોકલેલ યાદી આ પ્રમાણે છે. (૧)ભવાનીપુર (૨) કોલીયાસરી (૩) સરસ્વતી સોસાયટી (૪) ભાવેશ્વર સોસાયટી (૫) રોટરીક્લબ (૬) નવાગામ (૭) નવી ભચાઉ (૮) રેલવે સ્ટેશન વિસ્તાર (૯) આણંદપુર (૧૦) દુધઈ રોડ (૧૧) ભટ્ટ પાળીયા વિસ્તાર (૧૨) સર્વોદય સોસાયટી – રબારી વાસ (૧૩) મામલતદાર કચેરી નો વિસ્તાર (૧૪) જલારામ સોસાયટી ખાડા વિસ્તાર (૧૫) જૈન વર્ધમાનનગર (૧૬) રામવાડી (૧૭) ગીરીકુંજ વિસ્તાર (૧૮) શક્તિનગર (૧૯) શ્રવણકાવડીયા આશ્રમ વિસ્તાર (૨૦) હિંમતપુરા (૨૧) પટેલ બોર્ડીંગ અને જૈન બોર્ડીંગ વિસ્તાર (૨૨) જુના બસ સ્ટેશન અને જૂના રેલવે સ્ટેશન વિસ્તાર (૨૩) ફૂલવાડી વિસ્તાર (૨૪) માનસરોવર નગર (૨૫) વાદીનગર (૨૬) મદીનાનગર (૨૭) બટીયા વિસ્તાર (૨૮) સીતારામપુર (૨૯) અંબિકાનગર (૩૦) ભઠ્ઠા વિસ્તાર (૩૧) જુનાવાડા વિસ્તાર (૩૨) લાયન્સ ક્લબ અને સેન્ટઝેવિયર્સ સ્કૂલ વિસ્તાર (૩૩) વાગડ વેલ્ફેર હોસ્પિટલ વિસ્તાર.
વાસ્તવિકતા એ છે કે ભૂકંપ પછી ના મોટાભાગના ભચાઉ શહેરનું આમ જોઈએ તો રેવન્યુ રેકોર્ડ જ નથી.
જોકે, ભૂકંપ પછી ના કચ્છ ના શહેરો ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને રાપર ના રેવન્યુ રેકોર્ડ ના અને નવી શરતો ના પ્લોટ ના પ્રીમીયમ ના પ્રશ્નો ૧૮- ૧૮ વર્ષ થી ઉકેલાતા નથી. જે ભૂકંપ સમયે ભાજપ સરકારે કરેલ સારી કામગીરી ઉપર કદાચ દાગ સમાન છે , એ કડવું સત્ય છે.