Home Current વેકેશનમાં કચ્છ આવો તો ગરમીથી સાવધાન – કંડલા ૪૫.૨°,ગુજરાતનું હોટસીટી,’હીટવેવ’,’લૂ’થી બીમારીના દર્દીઓમાં...

વેકેશનમાં કચ્છ આવો તો ગરમીથી સાવધાન – કંડલા ૪૫.૨°,ગુજરાતનું હોટસીટી,’હીટવેવ’,’લૂ’થી બીમારીના દર્દીઓમાં ઉછાળો

1487
SHARE
ઉનાળામાં કચ્છ ઉપર સૂર્યદેવનો પ્રકોપ વધ્યો છે આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી છે સખત ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે રાજ્ય હવામાન વિભાગના આજના તા/૨૭/૪/૧૮ના આંકડા અનુસાર ઉષ્ણતામાનનો પારો આજે કંડલામાં વધીને ૪૫ ડિગ્રીને વટાવી ગયો છે, ૪૫.૨ ડિગ્રી ગરમી સાથે કંડલા ગુજરાતનું સૌથી ‘હોટસીટી’ બન્યું છે, ભુજનું તાપમાન પણ ૪૩.૮ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે નલિયાનું તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું છે જોકે, કંડલા, નલિયા, હોય કે મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, રાપર હોય દરેક જગ્યાએ તાપમાન ઊંચું જ છે ગરમીની વાસ્તવિક પરિસ્થિતિ વધુ કપરી છે આકાશમાંથી થતી અગનવર્ષા આપણા શરીરને રીતસર દઝાડે છે ખરેખર ગરમી એટલી ઉગ્ર છે કે, રાત પણ ઠરતી નથી રાત્રિ દરમ્યાન પણ જાણે સતત બફારો થાય છે રાત્રિનું તાપમાન પણ ૨૩ ડિગ્રી જેટલું રહે છે.

દરરોજ ‘લૂ’ ની બીમારીના દર્દીઓમાં ઉછાળો,કચ્છમાં ગરમી,ઓરેન્જ એલર્ટ તરફ

અત્યારે વેકેશનનો સમય, લગ્નગાળો અને જૈન દેરાસરો, મંદિરોના ઉત્સવો અને પવિત્ર રમઝાન માસ પણ ચાલુ થવામાં છે ત્યારે ગરમીના પ્રકોપ સામે લોકોએ સાવધાની રાખવાની જરૂરત છે ‘હોટવેવ’ની અસર તળે કચ્છમાં ગરમીની પરિસ્થિતિ ઓરેન્જ એલર્ટ તરફ ગતિ કરી રહી છે વધુ પડતી ગરમી સમયે સરકાર દ્વારા ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવે છે જોકે, તાજેતરમાંજ કચ્છના જિલ્લા કલેકટર રેમ્યા મોહને ‘લૂ’ થી બચવા સામે લોકો માટે ચેતવણી જારી કરી અને સાવધાની વર્તવાની સલાહ આપી હતી કચ્છ જિલ્લાની 108ની ટીમના ઓપરેશનલ વડા કમલેશ પઢીયારે ‘ન્યૂઝ4કચ્છ’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગરમીના કારણે સરેરાશ દરરોજના ૧૫ થી ૧૭ જેટલા દર્દીઓ ‘લૂ’ નો ભોગ બની બીમાર પડે છે ‘હોટવેવ’ના કારણે વાતી ‘લૂ’ ના કારણે ઉલ્ટીના, ચક્કર આવવાના, બ્લડ પ્રેસર વધી જવાના, પેટના દુખાવાની ફરિયાદો વધી છે કચ્છના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરમીનો આતંક વરતાઈ રહ્યો છે જોકે, 108 એમ્બ્યુલન્સ સેવા અને સરકારી હોસ્પિટલો સિવાય ખાનગી હોસ્પિટલોમાં પણ ગરમીના કારણે ‘લૂ’ ના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે જિલ્લા કલેકટરે જારી કરેલી સૂચના અનુસાર બપોરના સમયે કામ વગર ઘરની બહાર નહીં નીકળવા, દરરોજનું ત્રણ થી ચાર લીટર પાણી પીવા, બહાર નીકળવા સમયે માથે ટોપી પહેરવા, બહારનો ખોરાક ખાવાનું ટાળવા, બરફ વાળા બહારના ઠંડા પીણાનો ઉપયોગ ટાળવા, ઘરમાં બનાવેલ લીંબુ અને ખાંડના પાણીનું સરબત પીવા, ગ્લુકોઝ વાળા પાણીનો ઉપયોગ કરવા, લાંબી બાંય વાળા સુતરાઉ કાપડના શર્ટ પહેરવા જણાવાયું છે.