Home Current જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એમ.નાગરાજન દ્વારા રાષ્‍ટ્ર અને રાજયની સલામતી તથા ગુનોખોરી નિયંત્રણમાં રાખવા...

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એમ.નાગરાજન દ્વારા રાષ્‍ટ્ર અને રાજયની સલામતી તથા ગુનોખોરી નિયંત્રણમાં રાખવા 16 જેટલા જાહેરનામા બહાર પડાયા

1881
SHARE

ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલા સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલો ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે જેમાં મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. સૂચિમાં જણાવેલા ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોક કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના ઉપરોકત જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી
કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્‍લાઝાઓ ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્‍ટો, નોકરો તેમજ સીકયુરીટી સ્‍ટાફ વચ્‍ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્‍મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કા જામના કારણે વાહન વ્‍યવહાર થંભી થવાના બનાવો બને છે.
જેને પરિણામે સામાન્‍ય મુસાફર જનતા અગવડતા, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્‍બુલન્‍સ, ફાયર ફાઇટર જેવા વાહનો સમયસર જે તે સ્‍થળે પહોંચી શકતા નથી. જેની લોકોના જાન માલને જોખમ ઉભું થવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. આવા બનાવો નિવારી શકાય તે માટે આ ટોલ પ્‍લાજાથી પસાર થતા વાહનો રાજય
સરકારના જાહેરમાનાનો અમલ કરે અને નિયત કરવામાં આવેલ ટોલ દરની ચુકવણી કરે તે હેતુ અને  રાષ્‍ટ્ર અને રાજયની સલામતી માટે તેમજ ગુનોખોરી નિયંત્રણમાં રાખવા  કચ્છ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ.નાગરાજન દ્વારા ફોજદારી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે તેમને મળેલા અધિકારની રૂએ કચ્‍છ જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલા મોખા ટોલ પ્‍લાઝા, તા.મુન્‍દ્રા-કચ્‍છ,
સામખીયાળી ટોલ પ્‍લાઝા, સામખીયાળી તા.ભચાઉ-કચ્‍છ, સુરજબારી ટોલ પ્‍લાઝા તા.ભચાઉ-કચ્‍છ, માખેલ ટોલ પ્‍લાઝા તા.રાપર, ધાણેટી ટોલ પ્‍લાઝા તા.ભુજ ટોલ નાકાઓ પરથી પસાર થતા નાના મોટા વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલ નાકા પર નિશ્‍ચિત જગ્‍યાએ થોભાવવું તથા સરકારશ્રીએ નકકી કરેલો ટોલ ટેક્ષ ચૂકવી તેની પહોંચ
મેળવી અથવા નિયમોનુસાર મૂકિત મળવા પાત્ર હોય તો તેનું કાર્ડ કે પાસ ટોલ પ્‍લાઝાના કર્મચારી, એજન્‍ટ કે નોકરને બતાવીને ટોલ નાકું પસાર કરવાનું રહેશે વિશેષમાં ઉપરોકત ટોલનાકા નજીક આવેલી જમીનમાંથી બાયપાસ થઇ પસાર થવાના બદલે તેમજ કોઈપણ ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ પસાર થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્‍તો  વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ હુકમ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૪/૧૨/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આહુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્‍લા બહારના
ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે તે માટે રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજીક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે હેતુથી કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી દ્વારા જાહેરનામામાં જણાવ્‍યું છે અને આ જાહેરનામું તા.૪/૧૨/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.

જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્‍તાર
સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ

કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્‍યકિતઓ દ્વારા અનઅધિકૃત
રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવ્યા બાદ આ એકત્ર થયેલા ઢોરો ઘણીવાર નિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડપણ ઉભી થાય છે. જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાયા બાદ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ.નાગરાજન દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયના કોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરીશકાશે નહીં તેવું જાહેરનામાં જણાવાયું છે.

– જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા
બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન

– સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનું
બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

– ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાક સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી
શકાશે તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

– બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે

– બોર કુવા/ટયુબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજીક પ્રવૃતિ રોકવા
હોટેલ માલિકોએ તકદારીનાં પગલાંનો અમલ કરવાનો રહેશે

ગુપ્‍તચર સંસ્‍થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્‍વો આશરો મેળવી જાહેર
સલામતી અને શાંતિનો ભંગ કરે કે માનવ જીંદગીની ખુવારી થાય અને લોકોની સંપતિને નુકશાન પહોંચાડવાની કોશિષ કરી શકે તેવા સંજોગોમાં આવા તત્‍વો મહત્‍વના શહેરોમાં ગેસ્‍ટહાઉસ, હોટલ, લોજમાં રોકાણ કરતા હોય છે અને શહેરનો સર્વે કરી સ્‍થાનિક પરિસ્‍થિતિથી વાકેફ થઇ ત્રાસવાદી કે અસામાજીક પ્રવૃતિને અંજામ આપતા હોય છે.
આવી પરિસ્‍થિતિના નિવારણ અને અંકુશ માટે રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ.નાગરાજને એક જાહેરનામા દ્વારા જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ તમામ હોટલ,ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે. હોટલ,ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ,સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબરની વિગતો રજીસ્‍ટરમાં નોંધાવી જવાબદારોએ તેની ખાતરી કરવાની રહેશે. સાથો સાથ પુરૂષ મુસાફરના ડાબા તથા સ્‍ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે. આ ઉપરાંત મુસાફરને ફોટો ઓળખપત્ર રજૂ કરવા પડશે તથા હોટેલમાં તેની જાણકારી માટે હોટેલોએ મોટા અક્ષરનું બોર્ડ મૂકવાનું રહેશે. કાઉન્‍ટર ઉપર સી.સી.કેમેરા રાખી પ્રવાસી અને સામાન વગેરેનું વિડીયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવવાનું રહેશે. પ્રવાસી-ગેસ્‍ટના વાહનોની સંપૂર્ણ વિગતનું રજીસ્‍ટર તેમજ પાર્કિંગમાં સી.સી.કેમેરા રાખી સામાન-વાહન વિગેરેનું વિડીયો રેકોર્ડીંગ એક માસ સુધી સાચવી રાખવું પડશે.
રાષ્‍ટ્રીય હિતમાં મુસાફરના મુસાફરના ફોટો ઓળખકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, કચેરીનું ઓળખકાર્ડ, પાસપોર્ટ
વિગેરેની સેલ્‍ફ એટેસ્‍ટેડ નકલ હોટેલના દફતરમાં અથવા કોમ્‍પ્‍યુટરમાં સાચવી રાખવી. હોટલ, લોજ કે ગેસ્‍ટહાઉસના લાયસન્‍સ ધારક
માલિક સિવાય કોઇએ હોટેલનું સંચાલન કરવું નહીં કે આવી હોટલ કોઇપણ પ્રકારના દીવાની હકક જેવા કે ભાડે ચલાવવા આપવી,
ગીરીખતથી ચલાવવા આપવી નહીં.

– સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનુની નિયંત્રણ

– મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

– જુના-નવા સાયકલ-સ્‍કુટરની લે-વેચ કરતા વેપારીઓએ દસ્‍તાવેજી પુરાવા રાખવાના રહેશે

– ભાડુઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવાની રહેશે

– ઔધોગિક એકમોએ મજૂરોની તમામ વિગતો રાખવાની રહેશે

– ઔધોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વિજળી, રહેણાંક અને શૌચાલય
તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

– કચ્‍છ જિલ્‍લામાં ૩૧મી ઓકટો-૨૦૧૯ સુધી હથિયારબંધીનો અમલ કરવાનો રહેશે