Home Current બાળકોના મોત મામલે ચાલતા વિવાદ વચ્ચે અદાણીમાં અસુવિધા મુદ્દે મંત્રી પુત્ર નવઘણ...

બાળકોના મોત મામલે ચાલતા વિવાદ વચ્ચે અદાણીમાં અસુવિધા મુદ્દે મંત્રી પુત્ર નવઘણ આહિરે શુ કર્યો ધડાકો 

3314
SHARE
છેલ્લા 10 દિવસથી ભુજની અદાણી સંચાલીત હોસ્પિટલમાં નિર્દોષ બાળકોના મોત મામલે ચાલી રહેલા તરકટ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા તપાસની જાહેરાત થઇ તપાસ કમીટી આવી અહેવાલ પણ તૈયાર કર્યો પરંતુ તે વચ્ચે સરકાર પહેલાજ અદાણીએ તેમને સરકારે ક્લીનચીટ આપી હોવાની જાહેરાત કરતા ફરી બાળકોના મોતના મામલે ક્યાક ખોટુ થઇ રહ્યું હોવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. જો કે અદાણીએ આજે સત્તાવાર રીતે એવુ જણાવ્યુ છે. કે સરકાર તરફથી તેમને મૌખીક જાણ ક્લીનચીટ અંગેની કરાઈ છે. અને સુવિદ્યા વધારવા સુચન પણ કર્યુ છે. પરંતુ આ અંગે સરકારના પ્રતિનીધી એવા સીવીલ સર્જન ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમને આ અંગે સરકાર તરફથી કોઇ જાણ કરાઇ નથી તેવુ જણાવ્યુ હતુ. જો કે હવે આ સમગ્ર મામલમાં નવો વંણાક આવ્યો છે. કેમકે ખુદ સરકારના મંત્રી એવા વાસણભાઇના પુત્ર નવઘણ આહિરે જી.કે.જનરલ હોસ્પિટલમાં સુવિદ્યાની ખામીઓ અંગે ત્રણ મહિના પહેલા કરેલી લેખીત જાણ અંગે મિડીયાને નિવેદન આપ્યુ છે. અને NICU વિભાગમા સુવિદ્યા વધારવાના સુચન અને કેન્સર વિભાગ ઉભો કરવા માટે તેમને કરેલી ભલામણ અંગે અદાણી મેનેજમેન્ટ અને જ્ઞાનેશ્વર રાવે કોઇ પગલા લીધા નથી તેવુ નિવેદન આપ્યુ છે.

શુ કહ્યુ મંત્રી પુત્ર અને અદાણી સલાહકાર સમિતીના સભ્ય નવઘણ આહિરે?

અવારનવાર સર્જાતા વિવાદો હોસ્પિટલમાં સુવિદ્યાના નામે ડિંડક અને વાંરવાર વિવાદો પછી અદાણી મેનેજમેન્ટ દ્વારા સરકાર અને કોર્ટના આદેશથી એક સલાહકાર સમિતીની રચના કરાઇ હતી. જેમા મંત્રી વાસણભાઇ આહિરના પુત્ર નવઘણ આહિરને પણ લેવામા આવ્યા હતા. અદાણી દ્વારા ફેબ્રુઆરી મહિનામા આ અંગે સલાહકાર સમિતીના સભ્યો પાસેથી સુચનો મંગાવાયા હતા જેમાં નવઘણ આહિરે લેખીતમાં જણાવ્યુ હતુ. કે અદાણીએ સંચાલન સંભાળ્યા બાદ કેન્સર વિભાગ શરૂ કરવો જોઇએ અને NICU વિભાગમાં સુવિદ્યા વધારવી જોઇએ પરંતુ આજે જ્યારે બાળકોના મોત મામલે વિવાદ થયો છે. ત્યારે ખુલીને નવઘણ આહિરે તેમણે લખેલા ભલામણ પત્ર અને તેમાં કોઇ સુધારો ન થયો હોવાનો ખુલાસો કર્યો છે. સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે. કે બાળકોના મોત મામલે વિવાદ નહી પરંતુ સત્ય બહાર આવવુ જોઇએ અત્યાર સુધી સરકાર ગંભીર છે અને તેથીજ તપાસ કમીટી સરકારે રચી છે. પરંતુ સરકારે અદાણીને ક્લીનચીટ આપી છે. તે અંગે તેઓ અજાણ છે.

શા માટે અન્ય સભ્યો ન દર્શાવી શકે આવી હિંમંત?

અદાણી હોસ્પિટલ સલાહકાર સમિતીના સભ્ય એવા નવઘણ આહિરના પિતા સરકારમાં મંત્રી પદ્દનુ પ્રતિનીધીત્વ કરે છે. છંતા પણ તેઓએ ખુલીને અદાણીમાં લોકોને ન મળતી સુવિદ્યા અંગે ન માત્ર અવાજ ઉઠાવવા સાથે રજુઆત કરી છે. પરંતુ હાલમા જ્યારે અદાણી અને સરકારની સાઠગાંઠના આક્ષેપો થઇ રહ્યા છે. તે વચ્ચે પણ તેમને પ્રજા માટે ઉઠાવેલા પ્રશ્નો અને તેના માટે તેમણે કરેલી રજુઆતને પુરાવા સાથે રજુ કરી છે. અને સાથે તેમાં સુધારો ન થયો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે શા માટે અન્ય સભ્યો આ મુદ્દે અદાણી સામે અવાજ ન ઉઠાવી શકે ?બીનરાજકીય રીતે

હવે કોગ્રેસ પણ પ્રદેશકક્ષાએ આ મામલે સરકાર અને અદાણીને લેશે ભીંસમાં 

નિર્દોષ બાળકોના મોત મામલે ભલે તપાસ કમીટી અદાણી અને ડોક્ટરો અલગઅલગ અભીપ્રાય સાથે તેમનો બચાવ કરી રહી હોય પરંતુ એક વાત ચોક્કસ છે. કે ક્યાકને ક્યાક સરકાર અને અદાણીની સાઠગાંઠ છે. જે મામલે આક્ષેપ સાથે આજે સીવીલ સર્જનને પણ કોગ્રેસે રજુઆત કરવા સાથે નિતીન પટેલ અને સરકારને સવાલો કર્યા છે. અને શા માટે અદાણીને ક્લીનચીટ અપાઇ અને તપાસ અહેવાલમાં શુ કારણ આવ્યુ તે જાહેર કરવા કહ્યુ છે. સાથે ચીમકી પણ આપી છે. કે યુ.પીમાં બાળકોના મોત કરતા પણ ગંભીર મામલામાં જો સરકાર કોઇ કડક કાર્યવાહી નહી કરે તો પ્રદેશકક્ષાએ આ મુદ્દાને લઇ કોગ્રેસ લડત કરશે આજે આદમ ચાકી,રવિન્દ્ર ત્રવાડી અને રફીક મારા સહિતના કોગ્રેસી આગેવાનો અદાણીના ક્લીનચીટના દાવા પછી વિરોધ માટે હોસ્પિટલમા દોડી આવ્યા હતા.
26 બાળકોના મોત મામલે અદાણીના દાવા મુજબ તેમને ક્લીનચીટ મળી તે કોઇ નવી વાત નથી કેમકે આ અગાઉ પણ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો અદાણીની બેદરકારી સહિતના મુદ્દે અદાણી સામે અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ તપાસમાં કઇ સામે આવ્યુ નથી. પરંતુ હવે કોગ્રેસ નહી પરંતુ ભાજપના મંત્રી પુત્ર અને અદાણી સલાહકાર સમિતીના સભ્યએ પણ ખુલાસો કર્યો છે. કે અદાણી હોસ્પિટલમાં સુવિદ્યાના નામે હજુ ઘણુ ખુટે છે. જે અદાણીના સબસલામતના દાવા અને ક્લીનચીટને પોકળ સાબિત કરે છે. જો કે હવે જોવુ એ અગત્યનુ રહેશે કે સરકાર અદાણી સામે શુ સ્ટેન્ડ લે છે. કે પછી કોગ્રેસને આ મુદ્દે રસ્તા પર ઉતરવુ પડશે?