Home Current હવે, રાંધણગેસ ગૃહિણીઓને રડાવશે!!,ભાવ માં થયો મોટો વધારો-જાણો શું છે ભાવ.

હવે, રાંધણગેસ ગૃહિણીઓને રડાવશે!!,ભાવ માં થયો મોટો વધારો-જાણો શું છે ભાવ.

1324
SHARE
કેન્દ્રની મોદી સરકારે ભલે અચ્છે દિનના વચન આપ્યા હોય પણ અત્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અત્યારે પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો અસહ્ય બન્યો છે,પરિણામે વાહનોના ઈંધણના ખર્ચા વધી ગયા છે અને આવક જાવકના નવડા મેળવવાનું મધ્યમ વર્ગ માટે મુશ્કેલ બન્યું છે. વધતી જતી મોંઘવારી થી ત્રસ્ત ગૃહિણીઓને હવે રાંધણગેસના ભાવ રડાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.૩૧ મે થી ગેસસિલિન્ડરના ભાવમાં એક સાથે મોટો વધારો ઝીકાયો છે. એક ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા ૪૮ વધી ગયા છે. એટલે કે, અત્યારે સબસીડી વગરના જે ગેસ સિલિન્ડરના ભાવ ૬૫૬ રૂપિયા ૪૦ પૈસા હતા તેમાં ૪૮ રૂપીયા જેટલો મોટો ભાવ વધારો ઝીંકાતા હવે થી ગેસ સિલિન્ડરના ભાવ ૭૦૪ રૂપિયા ૪૦ પૈસા ચૂકવવા પડશે. એ જ રીતે, હોટલોમાં વપરાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ૭૬ રૂપિયાનો વધારો ઝીકાયો છે. એટલે કોમર્શિયલ સિલિન્ડના ભાવ ૧૧૮૯ રૂપિયા હતા તેના ૧૨૬૬ રૂપિયા ચૂકવવા પડશે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે સૌથી મોટો પડકાર પેટ્રોલ,ડીઝલ અને રાંધણગેસના ભાવને કાબુમાં લેવાનો છે.