Home Current નવી ટ્રેનના પ્રારંભ સાથે રેલ્વેમંત્રી પાસે યાત્રી સુવિદ્યા વધારવા સાંસદે શું કરી...

નવી ટ્રેનના પ્રારંભ સાથે રેલ્વેમંત્રી પાસે યાત્રી સુવિદ્યા વધારવા સાંસદે શું કરી લેખીત માંગણીઓ ?

1083
SHARE
મલ્યાલી સમાજની લાંબા સમયથી માંગણી અને સાંસદના પ્રયત્નો પછી અંતે આજે ગાંધીધામથી સાઉથ ભારતને જોડતી રેલ્વે સેવા ગાંધીધામ-તિરૂનેલવેલી હમસરફ ટ્રેનનો આજથી કચ્છના સાંસદ અને રાજ્યકક્ષાના રેલ્વે મંત્રી રાજેન ગોહાંઇના હસ્તે પ્રારંભ થયો હતો. ગાંધીધામ વસ્તા મલ્યાલી સમાજે લાંબા સમયથી આ ટ્રેનની માંગ કરી હતી. ત્યાર આજે આ સાપ્તાહીક ટ્રેનનો કચ્છથી પ્રારંભ થયો હતો. જો કે નવી ટ્રેનના પ્રારંભ સાથે કચ્છમાં રેલ્વે સુવિદ્યા વધુ મજબુત બનાવવા અને કચ્છના રેલ્વે મુસાફરોની વધુ ટ્રેનની માંગણીઓને પડઘો પણ આજે કચ્છના સાંસદે ફરી લેખીત સ્વરૂપે રાજ્યમંત્રી સુધી પહોચતો કર્યો હતો જેમાં નવી ટ્રેન સાથે રેલ્વેના લગતા 11 પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ વિનોદ ચાવડાએ રજુઆત કરી તેના ઉકેલ માટેની આશા રાખી હતી.

સાંસદ વિનોદ ચાવડા દ્વારા શું કરાઈ રજુઆત અને લેખિત માંગણીઓ ?

કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરેની ઉપસ્થિતીમાં આ ટ્રેન સેવાના પ્રારંભ બાદ કચ્છમાંથી આવેલી વિવિધ માંગણીઓ સંદર્ભે લેખીત પત્ર સ્વરૂપે રજુઆત કરતા કચ્છના સાંસદે 11 પ્રશ્નોની રજુઆત રાજ્ય રેલમંત્રી સમક્ષ કરી હતી.
(1). કચ્છ મુંબઇ વચ્ચે દોડતી ત્રણ દિવસીય ટ્રેન દૈનીક કરવી કચ્છ અને મુંબઇ વચ્ચે બે દૈનીક ટ્રેન હોવા છંતા મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી એક ત્રીદિવસીય ટ્રેન પણ કચ્છથી મુંબઇ ચાલે છે ત્યારે મુસાફરોની સંખ્યાને ધ્યાને લઇ કચ્છથી મુંબઇ જતી આ ટ્રેન દૈનીક કરવા રજુઆત
(2). ભુજથી ઉપડતી બે ટ્રેનને નીયમીત કરવા માટે કચ્છથી ઉપડતી આલાહજરત -બરેલી ટ્રેન નિયમિત રીતે ચાલે તે માટે રજુઆત ઉત્તરપ્રદેશ સાથે કચ્છને જોડતી એક માત્ર ટ્રેન છેલ્લા 8 મહિનાથી અનિયમિત ચાલી રહી છે. ત્યારે લોકોમાં આક્રોષ છે. આ ટ્રેન નિયમિત ચાલે તે માટે સાસંદે રજુઆત કરી છે.
(3). ભુજથી હરિદ્વારની ટ્રેન શરૂ કરવા સાંસદે કહ્યુ કચ્છના સાંસદે આજે રાજ્યમંત્રીને કરેલી રજુઆતમાં ધાર્મીક સ્થળ હરિદ્વારને જોડતી ટ્રેન શરૂ કરવા પણ માંગ કરી છે. તો વ્યવસાયીક રીતે વિકસેલા કચ્છને આ ટ્રેન મળે તો હરિદ્વાર અને દિલ્હીને જોડતી ટ્રેનથી ફાયદો થાય તેમ છે.
(4). મોરબી,અંજાર,સામખીયાળી અને ભચાઉ સહિતના સ્ટેશન પર સુવિદ્યા વધારવા પણ સાંસદે રજુઆત કરી છે. જેમા કેન્ટીન ,ટોયલેટ,પાણી જેવી પ્રાથમીક સુવિદ્યાનો આ સ્ટેશનો પર અભાવ છે. અને મુસાફરોને આ સ્ટેશનો પર ઘણી મુશ્કેલી છે. ત્યારે મોરબી સહિતના કચ્છના રેલ્વે સ્ટેશન પર સુવિદ્યા વધારાય
(5) કચ્છને રાજસ્થાન,પંજાબ હરિયાણા અને જમ્મુ કાશ્મીર સુધી જોડતી સર્વોદય એક્સપ્રેસ ટ્રેન કચ્છ સુધી લંબાવવી હાલ અમદાવાદ સુધી આવતી આ ટ્રેન 12 કલાક અમદાવાદમાં રોકાણ કરે છે. જો કચ્છ સુધી તેને લંબાવાય તો વ્યવસાય અર્થે કચ્છ આવેલા રાજસ્થાન,પંજાબના ઘણા પ્રવાસીઓને તેનો લાભ મળી શકે છે.
(6). સૌરાષ્ટ્ર કચ્છને જોડતી ટ્રેન સેવા શરૂ કરવા માટે કચ્છના સાંસદે કચ્છ સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન શરૂ કરવા પણ રજુઆત કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેન સેવાથી ઘણા મુસાફરોને ફાયદો થઇ શકે તેમ છે. અને રેલ્વેને પણ ત્યારે ભાવનગર,વેરાવળ,પોરબંદર સાથે કચ્છથી ઉપડતી અન્ય ટ્રેન મોરબી થઇને જાય તેવી રજુઆત કરાઈ છે
(7). દક્ષિણ ભારતીય સમુદાયની વર્ષોથી માગણીને પણ આજે સાંસદે દોહરાવી હતી. અને તામિલનાડુ કર્ણાટક અને કેરળના કચ્છ વસ્તા મુસાફરોની હાલાકી દુર કરવા માટે ચૈન્નઇ અમદાવાદ આવતી ટ્રેન કચ્છના ગાંધીધામ અને ભુજ સુધી લંબાય તો વ્યવસાય અને અન્ય કામ અર્થે આવેલા દક્ષિણ ભારતીય મુસાફરો માટે એક સારી સુવિદ્યા ઉભી થશે.
(8). કચ્છ વસ્તા પાંચ લાખ ઉત્તર ભારતીય સમાજ વતી રેલ્વેમંત્રીને રજુઆત કરતા સાંસદે એ પણ માંગ કરી છે. કે ગાંધીધામથી દરભંગા સુધી જતી ટ્રેનને લંબાવવામાં આવે જેથી કચ્છ વસ્તા ઉત્તર ભારતીય પરિવારો પ્રસંગો પાત અને અન્ય કામસર સહેલાઇથી તેમના વતન સુધી જઇ શકે એ માટે સમાજે અનેકવાર માંગણી કરી છે. અને ટ્રેન સેવા લંબાવવા અનુરોધ કર્યો છે.
(9). કચ્છને બિહાર સાથે જોડતી ટ્રેન તો શરૂ કરાઇ છે. પરંતુ પટના ગયા શેખપૂર જેવા વિસ્તારો સુધી આ ટ્રેન લંબાય તેવી માંગ કચ્છમાં પોર્ટ અને અન્ય ઉદ્યોગમાં વેપાર-ધંધા અને મજુરી કામ માટે સ્થાયી થયેલા બિહારી લોકોએ કરી છે. ત્યારે આ ટ્રેનને સાપ્તાહિક સાથે લંબાવાય અને સ્ટોપ અપાય તેવી માંગ છે.
(10). ગાંધીધામથી પંજાબ સુધી ટ્રેન સેવા શરૂ કરવાની માંગ, કચ્છમાં વર્ષોથી વ્યવસાય અને ખેતી સહિતના ધંધામાં અનેક શીખ લોકોએ કચ્છને વતન બનાવ્યુ છે. જો કે પંજાબ હરિયાણા જતા મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખી જલંધર ટ્રેન સેવા શરૂ તો કરાઇ પરંતુ તે ફરી બંધ કરી દેવાઇ છે. ત્યારે આ ટ્રેન ફરીથી શરૂ થાય તેવી માંગ આજે સાંસદે કરી હતી.
(11). ત્રણ ટ્રેનને અંજારમા સ્ટોપ આપવા સાંસદે કરી રજુઆત, કચ્છનુ ઐતિહાસીક શહેર હોવા છંતા પણ અંજારની વર્ષોથી રેલ્વે સુવિદ્યા વધારવા અને અંજારમાં સ્ટોપ આપવાની માંગ છે. પરંતુ તે પુર્ણ થઇ નથી. પરંતુ અનેકવારની રજુઆત પછી આજે સાંસદે દાદર,શાલીમાર અને બ્રાન્દ્રા ટ્રેનને અંજારમાં સ્ટોપ આપવાની માંગ કરી છે.
વિકાસ રથ પર સવાર કચ્છમાં આમતો રેલ્વે સેવાના મુદ્દે હમેંશા અન્યાય થયો છે જો કે જાહેરાતો અનેક થાય છે. પરંતુ તેનુ અમલીકરણ કરવામા ઘણો સમય લાગે છે. તો જરૂરી વ્યવહાર માટે ટ્રેનોની માંગણી છંતા કચ્છને પુરતી ટ્રેન સેવા મળતી નથી. જે માટે રેલ્વે વિભાગ અને મંત્રીઓને કચ્છના સાંસદે અનેકવાર રજુઆતો કરી છે. પરંતુ આજે જ્યારે રાજ્ય રેલમંત્રી નવી ટ્રેનને લીલીઝંડી આપવા કચ્છ આવ્યા ત્યારે સાંસદે તકનો લાભ લઇ કચ્છની રેલ્વે સુવિદ્યા વિકાસાવવા અને વિસ્તારવા માટે થોકબંધ રજુઆતો સાથેના પત્ર સુપત્ર કર્યા હતા. જો કે જોવુ અગત્યનુ એ રહેશે કે સાંસદે કરેલી રજુઆત કેટલી અસરકારક રહે છે.