Home Current જીજ્ઞેશ મેવાણીના નામે હવે કચ્છ ભાજપમાં થઈ રહ્યા છે કડાકા ભડાકા:લેટરબોમ્બ નું...

જીજ્ઞેશ મેવાણીના નામે હવે કચ્છ ભાજપમાં થઈ રહ્યા છે કડાકા ભડાકા:લેટરબોમ્બ નું રાજકારણ

3162
SHARE
કચ્છ ભાજપ ના બે પૂર્વ ધારાસભ્યોનું રાજ્ય અને દેશભર માં ગાજેલું રાજકીય યુદ્ધ શમે તે પહેલાં જ દલિત નેતાઓ વચ્ચેનું ચાલતું શીત યુદ્ધ જાહેરમાં આવી ગયું છે. આ રાજકીય યુદ્ધ ચર્ચામાં આવવવાનું કારણ છે, લેટરબોમ્બ!! કચ્છ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શામત મહેશ્વરીએ પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘણીને તા/૮ ઓગસ્ટનો લખેલો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં, ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ના પિતા રામજી ધેડા, પ્રદેશના દલિત મોરચાના ખજાનચી જે. પી. મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજી ભર્યા અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરીની વિરુદ્ધ જીજ્ઞેશ મેવાણીને મદદ કરવાનો આક્ષેપ કર્યો છે. કચ્છ ભાજપ ના ચારેય દલિત આગેવાનો ઉપર છેક પ્રદેશ ભાજપ સુધી જીજ્ઞેશ મેવાણીને મદદ કરવાનો આક્ષેપ રાજકીય ખળભળાટ સર્જી રહ્યો છે.

શુ છે લેટરબોમ્બનું સત્ય?

સામત મહેશ્વરીએ લખેલા લેટર બૉમ્બ અંગે ન્યૂઝ4કચ્છે તેમને પૂછ્યું તો તેમણે શું કહ્યું? આ પત્ર અત્યારે સોશ્યલ મીડિયામાં જ પોતે વાયરલ કર્યો છે એવું કહેતા સામતભાઈએ ટેલિફોનિક વાત માં સ્પષ્ટતા કરી હતી કે તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને હવે આ પત્ર ઈમેલ કરશે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને તેમણે કોઈ જાણ નથી કરી. હવે મળશે. પોતાને રામજી ધેડા, જે. પી. મહેશ્વરી દ્વારા મારવાની ધમકી મળી છે, પણ હજી પોલીસ ફરિયાદ નથી કરી. ડીએસપી ને માત્ર જાણ કરી છે,હવે મળી ને પોતે ફરિયાદ કરશે. એવો ખુલાસો સામત મહેશ્વરીએ કર્યો હતો.

કે.સી. પટેલની મુલાકાત વેળાએ જીજ્ઞેશના નામે લેટરબોમ્બ?

પ્રદેશ ભાજપ ના મહામંત્રી કે.સી. પટેલની કચ્છ મુલાકાત વખતે જ દલિત નેતાનો લેટર બૉમ્બ ભાજપ માં હલચલ સર્જે તેનું કારણ છે જીજ્ઞેશ મેવાણી નું નામ!! જોકે, જેમના ઉપર આક્ષેપ થયો છે એ જે. પી. મહેશ્વરીએ સામતભાઇ તેમના મિત્ર હોવાનો ખુલાસો ન્યૂ4કચ્છ સમક્ષ કર્યો છે. તો જીજ્ઞેશ મેવાણીને કચ્છમાં કોણ મદદ કરી રહ્યું છે તે ભાજપ નું મોવડી મંડળ જાણે છે એવું કહેતા જે. પી. મહેશ્વરીએ આ આખીયે ફરિયાદ પાછળની સત્યતા ચકાસવાની વાત કરીને કચ્છ ભાજપના દલિત નેતાઓ વચ્ચેના આંતરિક રાજકારણ વિશે થોડામાં ઘણું કહી દીધું છે.

ધારાસભ્ય માલતીબેનનું જીજ્ઞેશ મેવાણી સાથે કનેકશન?

સામત મહેશ્વરીએ લેટરબોમ્બ પછીની વાતચીતમાં ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા એક કાર્યક્રમ માં જીજ્ઞેશ મેવાણીનું સન્માન કરાયું હતું એવા આક્ષેપ સાથે નવો જ રાજકીય વિવાદ છેડયો છે. ન્યૂઝ4કચ્છે ધારાસભ્ય માલતીબેન ને પૂછ્યું કે શું તેમની ઉપર જીજ્ઞેશ મેવાણી ને મદદ કરવાનો અને તેમનું સન્માન કરવાનો કરાયેલો આક્ષેપ સાચો છે? તો તેમણે સ્પષ્ટ શબ્દો માં રદિયો આપીને આ રાજકીય આક્ષેપોને સાબિત કરવાનો જાહેર પડકાર ફેંક્યો હતો. તેમના પિતા રામજી ધેડા દ્વારા સામત મહેશ્વરીની કયારેય કોઈ ધમકી અપાયાની વાત ને રદિયો આપ્યો હતો. આ આક્ષેપ કરવાના કારણ વિશે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

શું છે ભાજપની અંદરની વાત?

સામત મહેશ્વરીએ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેઓ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના ગ્રુપના છે એટલે ગાંધીધામના અન્ય ત્રણ દલિત નેતાઓ અને ભુજ ના એક દલિતનેતા એમ ચારેયને ખટકે છે. જોકે, સામતભાઈ ના પત્ની કેશરબેન મહેશ્વરી અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય છે. જેમની ઉપર આક્ષેપો થયા છે તે ભાજપના દલિત નેતાઓ તો આને ક્યાંકને ક્યાંક ભાજપ ના આંતરિક રાજકારણ નો ભાગ માને છે. તો દબાતા સુરે થતી ચર્ચાની વાત માનીએ તો ૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણી ઉપર છે. કચ્છ ભાજપ માં અત્યાર થી જ તેં માટેનું પ્રત્યક્ષ અને પરોક્ષ લોબીગ શરૂ થઈ ગયું છે. જોકે, આ લેટર બૉમ્બ હજી શરૂઆત છે પણ જીજ્ઞેશ મેવાણી ના નામ સાથે અને નામ વગર પણ હજીયે નવા કડાકા ભડાકા થશે એવું લાગી રહ્યું છે.