કાયદો વ્યવસ્થાની સ્થિતી અને છાસવારે મારામારી જેવી ઘટના અને તે પણ ભરબઝારમાં તે રાપર માટે આમ વાત છે. પરંતુ હવે જો રાપરમાં ગુન્હાખોરી કરી તો તમારી ખેર નથી કેમકે રાપરની દરેક ગતીવીધી પર હવે સી.સી.ટી.વી કેમેરાની નઝર રહેશે આજે તેના કન્ટ્રોલ રૂમ માટે પાલિકાએ જગ્યા ફાળવી હતી. અને હવે લોક ભાગીદારી અને દાત્તાના સહયોગથી રાપરમાં પોલિસ વિભાગ 65 જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા લગાવશે જેમા શહેરની મુખ્ય બઝાર,માલીચોક અયોધ્યાપુરી સહિત રાપરના મહત્વના તમામ વિસ્તારો પર પોલિસ CCTV કેમેરા લગાવશે જેથી કન્ટ્રોલરૂમથી શહેરની દરેક ગતીવીધી જાણી શકાશે હાલમાંજ મુખ્ય બઝારમાં પોલિસ ચોકી નજીકજ મારામારીની ઘટના બની હતી તેવામાં હવે ગુન્હેગારો અને આવી પ્રવૃતિ પર પોલિસ CCTVની મદદથી પણ નઝર રાખી શકશે આ અંગે રાપરના પી.આઇ.આર.એલ.રાઠોડનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ. કે પાલિકા અને દાતાના સહોયગથી શહેરના તમામ વિસ્તારો CCTVથી આવરી લેવાની તૈયારી છે. જે કામ એક મહિનામાં પુર્ણ થશે આજે કન્ટ્રોલરૂમ માટે પાલિકાએ જગ્યા ફાળવી છે. અને શહેરના તમામ વિસ્તારો જલ્દી CCTV પ્રોટેક્ટ બનશે તો ત્યાર બાદ શહેરના મુખ્ય કહી શકાય તેવા તમામ વિસ્તારોમાં પણ CCTV લગાવવા માટે તૈયારી શરૂ કરાઇ છે. જેથી ટ્રાફીક નિયમન અને ગુન્હાખોરી પર પોલિસ સતત નઝર રાખી શકે એટલે હવે રાપરમાં પ્રથમવાર મહત્વના સ્થળ પર CCTV લાગશે.