Home Current દેશ માટે ‘બ્રોન્ઝ મેડલ’ જીતનાર તીર્થ મહેતાને રાજ્ય સરકાર આપે પુરસ્કાર-કચ્છ કોંગ્રેસની...

દેશ માટે ‘બ્રોન્ઝ મેડલ’ જીતનાર તીર્થ મહેતાને રાજ્ય સરકાર આપે પુરસ્કાર-કચ્છ કોંગ્રેસની માંગ

1258
SHARE
૧૮ મી એશિયન ગેમ્સ માં પ્રથમ જ વાર સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટ્સ મા બ્રોન્ઝ મેડલ જીતનાર ભુજ ના તીર્થ મહેતાનું કચ્છ કોંગ્રેસના આગેવાનોએ સન્માન કરી અભિનંદન આપ્યા હતા. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી આદમ ચાકી, જિલ્લા ના અગ્રણીઓ જયવીરસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, ડો. રમેશ ગરવા, દિપક ડાંગરે તીર્થ મહેતાના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે તીર્થ હિરેન મહેતા ની સિદ્ધિ ને બિરદાવી બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત અને કચ્છનું ગૌરવ આંતરરાસ્ટ્રીય સ્તરે વધારવા બદલ સન્માન કર્યું હતું. તેમ જ ઇ સ્પોર્ટ્સ ની ‘હાર્થસ્ટોન’ ગેમ વિશે જાણકારી મેળવી આગામી ૨૦૨૧ માં રમાનાર ઓલિમ્પિક ગેમ માટે તીર્થ ને શુભેચ્છાઓ પાઠવી હતી. દરમ્યાન કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જાહેર અખબારી યાદી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અપીલ કરી છે કે એશિયન ગેમ્સ માં ઇ સ્પોર્ટ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર તીર્થ મહેતાનું રાજ્ય સરકાર રોકડ પુરસ્કાર સાથે સન્માન કરે. તેમ જ હવે આગામી ઓલિમ્પિક મા તીર્થ મહેતા ને મદદરૂપ બનવા આગળ આવે. ઇ સ્પોર્ટ્સ મા તીર્થ ને મળેલી સિદ્ધિ થી ગુજરાતનું અને દેશનું નામ પણ રોશન થયું છે.