Home Current નવજાતને હોસ્પિટલને હવાલે મૂકીને માતા બની લાપતા

નવજાતને હોસ્પિટલને હવાલે મૂકીને માતા બની લાપતા

953
SHARE
જનરલ હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગનો સ્ટાફ જશોદા બનીને નવજાત બાળકની સારવાર અને સંભાળ કરી રહ્યું છે બે દિવસના બાળકને ગંભીર અવસ્થામાં છોડીને જનેતા લાપતા થઈ જવાથી પોલીસમાં સંચાલકોએ જાણ કરી છે. ગેઈમ્સ સંચાલિત જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ભાદરકા અને એનઆઈસીયુ વિભાગના એચઓડી ડો. હસમુખ ચૌહાણે બનાવ અંગે જણાવ્યું હતું કે કનૈયાબેથી આવેલી મહિલાએ તા. ૧૧-૧રના વહેલી સવારના ૪ વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો નવજાતની તબીબયત નાજુક હોવાથી તેને આઈસીયુ વિભાગમાં દાખલ કરાયો હતો આ દરમ્યાન બાળકની જનેતા ગઈકાલે તા. ૧ર-૧રના રોજ સવારે ૯ વાગ્યા પછી ડિલેવરી વિભાગમાંથી કોઈને કહ્યા વિના ચાલી ગઈ હતી બીજા દિવસે પણ મહિલાનો અતોપતો ન મળવાથી પોલીસને બનાવ અંગે જાણ કરાઈ છે. હોસ્પિટલ ચોકીના જમદારે એમએલસી પાસ કરી હતી.
હાલ બાળકની સંભાળ એનઆઈસીયુ વિભાગના તબીબ, રેસીડેન્સ તબીબ, સ્ટાફ નર્સ, પેસન્ટ એટેડેન્ટ અને સર્વન્ટ કરી રહ્યા છે બાળકની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર રખાયો છે અને તેને બચાવવા માટે અથાગ પ્રયાસ ચાલી રહ્યા છે.