નાની ઉંમરે સંસાર નો ત્યાગ કરીને સન્યાસ ગ્રહણ કરનાર ભુજ સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત શ્રી હરીનારાયણસ્વામી અક્ષરનિવાસી થતાં સમગ્ર સંપ્રદાય માં શોક નું મોજું ફરી વળ્યું છે. ૮૨ વર્ષીય શ્રી હરીનારાયણ સ્વામી ‘કવિ સ્વામી’ તરીકે જાણીતા હતા. ૧૯૫૨ માં દીક્ષા ગ્રહણ કરનાર શ્રી હરીનારાયણ સ્વામીએ ૬૮ વર્ષ દીર્ઘ સન્યાસ કાળ પાળી ને ૧૭/૧૨ ગુરુવારે વહેલી સવારે દેહ ત્યાગ કર્યો હતો. તેઓ જાતે જ કીર્તન ના પદો રચી અને ગાઈ શ્રી હરિ ની ભક્તિ માં લીન રહેતા હતા. આજે સવારે મહંત શ્રી ધર્મનંદનદાસજી, સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ સંતોએ તેમના પાર્થિવ દેહ ને પુષ્પમાળા પહેરાવી ને તેમની પાલખીયાત્રા ને વિદાય આપી હતી. સ્મશાનયાત્રામા સ્વામી ઘનશ્યામપ્રિયદાસજી, સ્વામી હરિપ્રિયદાસજી આદિ સંતો, મુખ્ય કોઠારી રામજી દેવજી વેકરીયા, વાગડ, અંજાર અને કચ્છના અન્ય વિસ્તારો તેમ જ અમદાવાદ થી હરિ ભક્તો બહોળી સંખ્યા માં જોડાયા હતા અને અક્ષરનિવાસી કવિ સ્વામી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની ગુણાનુંવાદ સભા શનિવાર તા/૧૫/૧૨/૧૮ ના સવારે ૮/૩૦ વાગ્યે ભુજ સ્વામિનારાયણ મંદિર ના સભા મંડપ માં રાખવામા આવી છે.