Home Current કલેકટર સહિતની જિલ્લા – તાલુકા કચેરીઓમાં પ્રવેશ,ધરણા માટે આ શરતો પાળવી પડશે...

કલેકટર સહિતની જિલ્લા – તાલુકા કચેરીઓમાં પ્રવેશ,ધરણા માટે આ શરતો પાળવી પડશે – નહીં તો થશે કેસ

3341
SHARE
જો હવે કચ્છની સરકારી કચેરીઓ માં તમે કોઈ કામ વગર કે પૂર્વ મંજૂરી વગર પ્રવેશ કરશો તો તમારી સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ અંગે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી તારીખ ૨૫ જાન્યુઆરી સુધી અમલમાં રહેનાર આ જાહેરનામાની વિગતો જિલ્લા માહિતી કચેરી મારફતે પ્રસારિત કરાઈ છે.

હડતાલ,ધરણા,રેલી આવેદન પત્ર માટે પાળવા પડશે આ નિયમો

જિલ્લા ની કલેકટર કચેરી કે દસે દસ તાલુકા કક્ષાની મામલતદાર કચેરી ની અંદર કે બહાર ન ભાગે ૧૦૦ મીટરની ત્રિજ્યા માં પ્રવેશ કરવા માટે આ નિયમો પાળવા પડશે. રેલી, ધરણા, હડતાલ નહીં કરી શકાય, આવેદનપત્ર આપવા માત્ર ૪ જ વ્યક્તિઓ જઇ શકશે. ખાસ કિસ્સા માં પરવાનગી હશે તો જ છૂટ મળશે. અરજદારો કે સરકારી કામ માટે આવતા કર્મચારીઓ વગર મંજૂરી એ સરળતા થી પ્રવેશી શકશે. તે ઉપરાંત વરઘોડા, સ્મશાનયાત્રાને પણ મંજૂરી માં થી મુક્તિ અપાઈ છે. આ આદેશ નો ભંગ કરનારાઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે.

વચેટીયાઓ ઉપર પ્રતિબંધ મુકવા આ કચેરીઓ માટે જાહેરનામું

હવે આ સાથે જણાવાયેલી સરકારી કચેરીઓ માં સીધો પ્રવેશ નહીં કરી શકાય. કલેકટર રેમ્યા મોહન ના આદેશ અનુસાર કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા કોર્ટ, બહુમાળી ભવનની અંદર આવેલી સરકારી કચેરીઓ, શહેરોની નગરપાલિકા કચેરીઓ, મધ્યસ્થ કચેરી, આરટીઓ કચેરીમાં જ્યાં લોકોની વધુ અવરજવર રહેતી હોય તેવી કચેરીઓમાં અરજદાર વગરના કોઈ પણ વ્યક્તિ કામ વગર પ્રવેશ નહીં કરી શકે. વહીવટીતંત્ર ના ધ્યાને એવી હકીકત આવી છે કે અમુક વ્યક્તિઓ એકલા અથવા તો એક થી વધુ ની સંખ્યા માં ટોળી બનાવી ને અરજદારો ને ભોળવી નાણા પડાવવાની પ્રવૃત્તિ કરી વચેટીયા તરીકે કામ કરે છે. આવી પ્રવૃત્તિ ને અટકાવવા પ્રતિબંધ મૂકાયો છે, નિયમ નો ભંગ કરનારાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. અરજદારો,સરકારી કર્મચારીઓ, કે સરકારી કામ માટે આવતા કર્મચારીઓને જાહેરનામા માં થી છૂટછાટ આપવામાં આવી છે.