Home Current લોકસભા-2019 માટે કોગ્રેસમાં કકળાટ : શું ફરી 2014ની જેમ બારાતુ ઉમેદવાર...

લોકસભા-2019 માટે કોગ્રેસમાં કકળાટ : શું ફરી 2014ની જેમ બારાતુ ઉમેદવાર કચ્છમાં ચુંટણી લડશે ?

2267
SHARE
કચ્છમાં જ્યાં કોગ્રેસ પાસે 2 લોકસભા અને અન્ય સ્થાનીક પંચાયતોમાં મહત્વનુ સ્થાન છે ત્યાં કોગ્રેસ પાસે શુ સક્ષમ લોકસભાનો ઉમેદવાર નથી?. આમતો અનેકવાર એવુ થયુ છે કે સ્થાનીક કાર્યક્રરો અને આગેવાનોની અવગણના કરી કોગ્રેસ પ્રદેશ મોવડી મંડળે પોતાનુ ધાર્યુ કર્યુ હોય પરંતુ આ વખતે કચ્છ કોગ્રસના કાર્યક્રરો 2019ની ચુંટણી પહેલા આકરા પાણીએ છે અને કોગ્રેસમાં ફરી બારાતુ ઉમેદવાર મેદાને ઉતરે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે જાહેરમાં કોગ્રેસના આગેવાનો વિરોધમાં ઉતરી ગયા છે કોગ્રેસના પ્રવક્તા એવા ઘનશ્યામ ભાટ્ટી આઇ.ટી સેલની મહિલા કાર્યક્રર અંજલી ગોરે સોશિયલ મીડિયાના માધ્યમથી કચ્છમાં સ્થાનીક ઉમેદવારને ટીકીટ માટે માંગણી કરતી પોસ્ટ મુકી છે જે થોડામાં ઘણુ કહી જાય છે અને આગામી દિવસમાં કોગ્રેસમાં કેવો ભડકો થશે તેનો પુર્ણ ચીતાર પણ આપી જાય છે.

કચ્છમાં બહારના દલિત નેતાઓ સફળ થાય તો કચ્છના કેમ નહી?

જો અત્યાર સુધીના રાજકીય સમીકરણની વાત કરીએ તો અનામત એવી કચ્છ બેઠક પર કોગ્રેસ કચ્છમાં સ્થાનીક નેતા નહી પરંતુ બહારના ઉમેદવાર અથવા અપક્ષ ઉમેદવારને ટેકો આપી પોતાની ઉમેદવારી ન નોંધાવે તેવો ગણગણાટ છે અને તેમાં જીજ્ઞેશ મેવાણીનુ નામ મોખરે છે જો કે આ અંગે જીજ્ઞેશ મેવાણીએ રદીયો અનેકવાર આપ્યો છે પરંતુ કચ્છમાં તેની વધતી મુલાકાતો ઘણુ કહી જાય છે તેવામાં સ્થાનીક નેતા કાર્યક્રરોમાં એવી ચર્ચા છે કે જે કચ્છમાં કોગ્રેસ બે વિધાનસભા બેઠકો સહિતની ચુંટણીઓ ભાજપના ગઢમાં જીતી શકે ત્યાં શા માટે શિક્ષીત ઉમેદવાર લોકસભાની ચુંટણીમાં ઝપલાવી જીતી શકે નહી? એટલે સ્થાનીક ઉમેદવારને જ કોગ્રેસ ટીકીટ આપે જો કે આ અંગે ખુલીને વિરોધમાં કોઇ આવ્યુ નથી પરંતુ ઉમેદવારોની ઘોષણા પહેલા કોગ્રેસનો આ વિરોધ ખુલીને થાય તેવી પુરી શક્યતા છે.

શુ સ્થાનીક ઉંમેદવાર ભાજપ સાથે બંધબારણે ગઠબંધન કરે છે?

કોગ્રેસના એક જુથમા એવી ચર્ચા છે કે કોગ્રેસના સ્થાનીક ઉમેદવારો ભાજપના ઉમેદવાર અથવા નેતાઓ સાથે બંધબારણે સેટીંગ કરી લે છે અને તેથીજ લાંબા સમયથી કચ્છ કોગ્રેસ લોકસભામાં કચ્છથી પોતાનુ પ્રતિનીધી મોકલવામાં નિષ્ફળ ગયુ છે અને કદાચ આ કારણોસર જ ગત વર્ષે બારાતુ ઉમેદવાર મેદાન મારી ગયા હતા જો કે કચ્છમાં ચાલુ વર્ષે ઘણા એવા શિક્ષીત ઉમેદવારો છે જે કચ્છ ભાજપના આંતરીક જુથ્થવાદ અને કોગ્રેસની વિધાનસભા ક્ષેત્રમાં વધેલી શક્તિઓના જોરે જીત મેળવી શકે છે તેવામા બારાતુ ઉમેદવાર અથવા ઉમેદવાર ન મુકવાની રણનીતી કચ્છ કોગ્રેસ સંગઠનમાં મોટુ ગાબડું પાડી શકે તેમ છે તેવામાં કોગ્રેસને પુર્ણરૂપે વરેલા ઉમેદવારને ટીકીટ કોગ્રેસે આપવી જોઇએ જો કે તેના માટે કોગ્રેસે મોટુ મંથન કરવાની જરૂર પડશે.
વિધાનસભામાં કોગ્રેસે ભલે વ્યક્તિગત ઉમેદવારીના જોરે પોતાનુ પ્રદર્શન સારુ દર્શાવ્યુ હોય પરંતુ લાબા સમયથી કચ્છ કોગ્રેસ લોકસભા ચુંટણી જીતવામાં અસમર્થ રહી છે અને મોટા અંતર સાથે તેના ઉમેદવારે પછડાટ ખાધી છે તેના કારણો અનેક છે પરંતુ તેના માટે કચ્છમાં કોઇ સક્ષમ ઉમેદવાર નથી તેવુ તો બીલકુલ નથી અને તે મુદ્દે જ કોગ્રેસમા કેટલાક જવાબદાર વ્યક્તિઓ ખુલ્લીને સામે આવ્યા છે જો કે પક્ષપ્રમુખ આ મુદ્દે મૌન છે. પરંતુ તે પણ ઇચ્છશે કે કચ્છના સ્થાનીક ઉમેદવાર લોકસભાની ચુંટણીમાં ઝંપલાવે જો કે પ્રદેશ કોગ્રેસ આ મામલાને કેટલુ ગંભીર લે છે તે જોવુ મહત્વનું રહેશે.