Home Current ભુજ નખત્રાણા બાદ માંડવીમાં કોગ્રેસની જનઆક્રોશ રેલી : મહિલા સુરક્ષા,અછત રોજગારી મુદ્દે...

ભુજ નખત્રાણા બાદ માંડવીમાં કોગ્રેસની જનઆક્રોશ રેલી : મહિલા સુરક્ષા,અછત રોજગારી મુદ્દે વિરોધ

1142
SHARE
ભુજ સહિત અલગ-અલગ તાલુકા મથકો પર કોગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલીનુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે ભુજ નખત્રાણા બાદ આજે માંડવીમાં પણ કોગ્રેસ દ્વારા જનઆક્રોશ રેલી યોજાઇ હતી માંડવીના આઝાદ ચોકથી શરૂ થયેલી આ રેલી માંડવીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યાર બાદ તમામ મોરચે નિષ્ફળ ગયેલી સરકારના વિરોધમા કોગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કચ્છની વર્તમાન અછતની સ્થિતી,મહિલાઓની સુરક્ષા,ખેડુતોની દયનીય સ્થિતી અને ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટમાં નિષ્ફળ ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી સહિત કચ્છમાં બેરોજગારોની વધતી સંખ્યા સહિતના અનેક મુદ્દે કોગ્રેસે આ જનઆક્રોશ રેલી યોજી હતી. તમામ મોરચે સરકારે કોઇ અસરકારક કામગીરી કરી ન હોવાનો આક્ષેપ અને નિર્દોષ પ્રજા તેનો ભોગ બની રહી છે તે મુદ્દે કચ્છના વિવિધ તાલુકા મથકે લોકો વચ્ચે જઇને કોગ્રેસ જનઆક્રોશ રેલી યોજી રહી છે. ત્યારે આજે કચ્છ લઘુમતી ડીપાર્ટમેન્ટના આગેવાન રફીકમારાની આગેવાનીમાં માંડવીમાં આ રેલીનુ આયોજન કરાયુ હતુ. માંડવી તાલુકા પ્રમુખ ખેરાજભાઇ ગઢવી,વિજયસિંહ જાડેજા શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો આ રેલીમા જોડાયા હતા. અને સરકારનો વિવિધ મુ્દ્દાઓને લઇને વિરોધ કર્યો હતો.