Home Current ચૂંટણીપંચની જાહેરાત ૨૩મીએ જાહેર રજા, દુકાનો, ઓફિસ, ફેકટરીઓ બંધ – મતદાનનું કાઉન્ટ...

ચૂંટણીપંચની જાહેરાત ૨૩મીએ જાહેર રજા, દુકાનો, ઓફિસ, ફેકટરીઓ બંધ – મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ

706
SHARE
કચ્છ મોરબી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ન્યૂઝ4કચ્છ આપ સૌને અપીલ કરે છે કે, ચૂંટણી એ લોકશાહીનું રાષ્ટ્રીય પર્વ છે, તહેવાર છે, આપણે સૌએ મતદાન દ્વારા ચૂંટણી પર્વની ઉજવણી કરવી જોઈએ આપ સૌ અવશ્ય મતદાન કરીને આપણો નાગરિક ધર્મ નિભાવજો. જોજો, ક્યાંયે ગરમીના કારણે આળસ કરતા નહીં.

જાણો ચૂંટણી વિશેની રસપ્રદ આંકડાકીય માહિતી

આમ તો ચૂંટણીના મેદાનમાં ૧૦ ઉમેદવારો છે પણ, મુખ્ય પ્રતિસ્પર્ધા ભાજપના વિનોદ ચાવડા તેમજ કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે છે હવે, મતદાન વિશેની વાત કરીએ તો ૨૩મી એપ્રિલ મંગળવારે વહેલી સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલશે ગરમીના કારણે મતદાનનો સમય સવારે ૧ કલાક અને સાંજે ૧ કલાક એમ કુલ ૨ કલાક વધારવામાં આવ્યો છે મતદાન માટે ઇવીએમ સાથે વીવી પેટનો ઉપયોગ થઈ રહ્યો છે વીવી પેટ મશીન દ્વારા મતદાર પોતાનો મત ચેક કરી શકશે તો, મતદાન માટે ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ ઉપરાંત ૧૨ જેટલા અલગ અલગ દસ્તાવેજો ઓળખકાર્ડ તરીકે માન્ય રહેશે મોરબી કચ્છ લોકસભાની આપણી બેઠક વિશે આંકડાકીય રીતે વાત કરીએ તો કુલ ૭ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૭ લાખ મતદારો ૨૧૪૩ મતદાન મથકો ઉપર મતદાન કરશે જેમાં ૪૦૦ મતદાન મથકો સંવેદનશીલ (ક્રિટિકલ) છે મતદાનની પ્રક્રિયા પાર પાડવા માટે ૧૦૭૧૫ કર્મચારીઓ અને સુરક્ષા વ્યવસ્થા માટે ૫૦૦૦ પોલીસ કર્મચારીઓ ખડે પગે છે ૧૯૩ ઝોનલ રૂટ સાથે ૨૦૦ એસટી બસો દ્વારા કર્મચારીઓ તેમજ મતપેટીઓ લઈ જવા આવવાની વ્યવસ્થા કરાઈ છે

મતદાનના દિવસે કામધંધા બંધ રાખવા પડશે એવી ચૂંટણીપંચની સૂચના

૨૩ મી એપ્રિલે લોકસભા ચૂંટણી અન્વયે ચૂંટણીપંચે ખાસ જાહેર રજાનો આદેશ કર્યો છે વટાઉખત અન્વયે ચૂંટણીપંચે નોકરી કરતા ખાનગી, અર્ધ સરકારી,સરકારી કર્મચારીઓ, કામદારો મતદાન કરી શકે તે હેતુ થી કામધંધા બંધ રાખવાનો આદેશ કર્યો છે કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ ચૂંટણીપંચ દ્વારા જાહેર રજાના કરાયેલ આદેશને સમર્થન આપ્યું છે.

મતદાન જાગૃતિ માટે જિલ્લા કલેકટર અને બોર્ડર રેન્જ આઈજી એ કરેલી અપીલ