કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવારોની હાર જીતના ભવિષ્યનો આજે ફેંસલાનું કાઉન્ટ ડાઉન આજે મતદાન સાથેજ શરૂ થઈ ગયું છે લોકસભાની ચૂંટણીના મતદાનના પ્રથમ ત્રણ કલાક દરમ્યાન કચ્છમાં શાંતિપૂર્ણ માહોલ રહ્યા હતો કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે મતદાન દરમ્યાન ઈવીએમની મળેલી ફરિયાદો મળતા તુરંત જ 16 BU, 34 EVM, 29 VV PAT બદલવામાં આવ્યા હતા શરૂઆતના બે કલાકમાં ૭ થી ૯ દરમ્યાન મોરબી કચ્છનું સરેરાશ10 % મતદાન નોંધાયું હતું. અબડાસા 10.31 %, માંડવી 7.53 %, ભુજ 13.42 %, અંજાર 10.37, ગાંધીધામ 7.42, રાપર 9.42, મોરબી 11.17 % આમ ભુજ અને મોરબીમાં સૌથી વધુ જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું મતદાન શરૂઆતના બે કલાક દરમ્યાન રહ્યું હતું સામાન્ય રીતે આ મતદાન સારું ગણી શકાય પરંતુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતના કારણે આજે ચૂંટણીનું પર્વ રક્તરંજીત બન્યું હતું મતદાન યાદીમાં ક્યાંક નામોની અધૂરાશને કારણે થોડી નારાજગી જોવા મળી હતી ભાજપના કચ્છના આગેવાનો પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ ભુજમાં, વર્તમાન રાજયમંત્રી વાસણ આહીરે પોતાના ગામ રતનાલમાં, કોંગ્રેસના રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલે તેમના પતિ ભચુભાઈ સાથે રાપરમાં મતદાન કર્યું હતું મોરબી મત વિસ્તારનો કચ્છ લોકસભા બેઠકમાં સમાવેશ છે, મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં મતદાન કર્યું હતું એકંદરે શરૂઆતના ત્રણ કલાક ૭ થી ૧૦ દરમ્યાન કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે ઉત્સાહભર્યો જ્યારે શહેરી વિસ્તારમાં થોડો સુસ્ત માહોલ જોવા મળ્યો હતો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજના આશાપુરા મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ પોતાના ગામ સુખપર (રોહા) મધ્યે મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ પોતાના ગામ માધાપર (ભુજ) મધ્યે મતદાન કર્યું હતું કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ ભુજમાં મતદાન કર્યું હતું કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ સારો રહ્યો હતો.