Home Current રાપરના નાંદા ગામે મતદાનનો બહિષ્કાર, ૪ કલાકમાં ૨૫% – જાણો કચ્છ ચુંટણીનું...

રાપરના નાંદા ગામે મતદાનનો બહિષ્કાર, ૪ કલાકમાં ૨૫% – જાણો કચ્છ ચુંટણીનું વિશેષ

2102
SHARE
કચ્છ લોકસભાની વર્તમાન ચૂંટણી દરમ્યાન લાગે છે કે વહીવટીતંત્રની મહેનત રંગ લાવી રહી છે સવારે ૭ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ વિશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિએ ન્યૂઝ4કચ્છને આપેલી માહિતિ અનુસાર ૨૪.૩૬ % મતદાન થયું છે. ૪ કલાક દરમ્યાન વિધાનસભા બેઠકો વાઇસ વાત કરીએ તો અબડાસામાં ૨૯.૦૯ %, માંડવી ૨૦.૪૧ %, ભુજ ૨૪.૦૧ %, અંજાર ૨૫.૯૧ %, ગાંધીધામ ૨૦.૮૫ %, રાપર ૨૨.૫૨ %, માંડવી ૨૦.૪૧ % મોરબી ૨૭.૪૯ % મતદાન નોંધાયું છે. આ વખતે ભુજમાં અનેક જગ્યાએ વહીવટીતંત્ર દ્વારા મતદાર સ્લીપ પહોંચી નથી પરિણામે અનેક લોકો નારાજ હતા. તે ઉપરાંત રાજકીય પાર્ટીઓ ના કાર્યકરોના ઉત્સાહમાં પણ ઓછપ હતી. તેમ છતાંયે ૪ કલાક દરમ્યાન ૨૫% જેટલું થયેલું મતદાન નોંધાયું હતું. જે દર્શાવે છે કે,કે આ વખતે મતદારો વધુ જાગૃત છે જોકે, રાપરના નાંદા ગામના લોકોએ મતદાન નો બહિષ્કાર કર્યો હતો પાણીની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ આક્રોશ દર્શાવતાં મતદાનનો બહિષ્કાર કરતા ૧૧ વાગ્યા સુધીમાં માત્ર ૧ જ વોટ પડ્યો હતો આગેવાનોમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ રાપરના ડાવરી ગામે મતદાન કર્યું હતું તો, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સુખપર ગામે અને કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ માધાપરમાં મતદાન કર્યું હતું.