Home Current ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મધ્યે જ્યારે એકાએક ગાજયા વર્લ્ડ ફેમસ સ્કોટીશ બેન્ડના સૂરો...

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મધ્યે જ્યારે એકાએક ગાજયા વર્લ્ડ ફેમસ સ્કોટીશ બેન્ડના સૂરો – જાણો વિશેષ

713
SHARE
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા છે. આઝાદી બાદ એકતા અને અખંડિતતાના બળે સમગ્ર દેશને એક સૂત્રે બાંધીને પોતાના શક્તિ – સામર્થ્યનો પરિચય આપનારા લોહ પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના નિર્માણ દ્વારા તેમના વિરલ વ્યક્તિત્વને ગુજરાતે એક આગવી વૈશ્વિક ઓળખ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વમાં ભારત રાષ્ટ્રના ગરવી ગુજરાતના ગુલાબી ગગનમાં ગુંજી રહ્યું છે. વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારત દેશની એક અજોડ અલૌકિક ઐતિહાસિક હકીકત છે.
ભવ્ય ભાતીગળ ભારત રાષ્ટ્રના નિર્માણમાં સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો અજોડ, અનન્ય અને અદ્વિતીય છે. એ આત્મીય આપણા વ્હાલા પ્યારા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમના વ્યુ પોઈન્ટ પર પ્રથમ પ્રેરણાત્મક સ્થાપન બે દાયકા પૂર્વે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી તેમજ તત્કાલીન અટલબિહારી વાજપેયીજીની સરકારના સમયમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તો સરદાર વલ્લભભાઈ પટેલની અત્યારે ૧૪૪મી જયંતી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વાર્ષિક ઉજવણીના પ્રસંગના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી પોતાના સંતો-ભક્તો તેમજ સંસ્થાનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ સહિત પધારી, બહાદુર અને બાહોશ સરદાર વલ્લભભાઈ પટેલને સેલ્યુટ કરી તેમના રાષ્ટ્રપ્રેમને વિરાંજલી અર્પણ કરી હતી. સરદાર પટેલના સાંનિધ્યમાં વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.